fbpx
રાષ્ટ્રીય

શેખ હસીના અને તેમના પરિવાર પર બાંગ્લાદેશના રૂપપુર પાવર પ્લાન્ટ માટે ઇં૫ બિલિયનની ઉચાપત કરવાનો આરોપ

શેખ હસીનાની સરકાર ગયા પછી બાંગ્લાદેશમાં થયેલા રાજકીય ઉથલપાથલ બાદ રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટનું હવે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમના પરિવાર પર રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (ઇદ્ગઁઁ) માટે ઇં૫ બિલિયનની ઉચાપત કરવાનો આરોપ છે. રશિયાના રાજદૂત એલેક્ઝાન્ડર મનિત્સ્કીએ આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે પરમાણુ પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું છે તો આટલી મોટી રકમ કોઈને કેવી રીતે આપી શકાય.

ઇદ્ગઁઁ બાંગ્લાદેશનો પહેલો પરમાણુ પાવર પ્લાન્ટ છે જેનું નિર્માણ રશિયન સરકારી કંપની રોસાટમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેટલાક અહેવાલો કહે છે કે શેખ હસીના અને તેમના પરિવારે આ પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ કર્યું છે. રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શેખ હસીનાના ડ્રીમ પ્રોજેક્ટ્‌સમાંથી એક છે, જ્યારે ગયા મહિને જ આ રશિયન સરકારી કંપનીએ માહિતી આપી હતી કે કેટલીક ભારતીય કંપનીઓ પણ ઇદ્ગઁઁના નિર્માણમાં સહયોગ કરી રહી છે. એટલે કે શેખ હસીનાના ડ્રીમ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં ભારત અને રશિયા મદદ કરી રહ્યા હતા.

બાંગ્લાદેશમાં થયેલા રાજકીય ઉથલપાથલ બાદ આવા આક્ષેપો થવાના હતા, પરંતુ શેખ હસીનાની સરકાર ગયા પછી આ પરમાણુ પાવર પ્લાન્ટનું કામ ક્યાં સુધી પહોચ્યું અને હવે આગળ શું થશે?.. મીડિયા રિપોર્ટ અનુસાર, રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (ઇદ્ગઁઁ) ના યુનિટ-૨ માટે ન્યુક્લિયર ફ્યુઅલ હેન્ડલિંગ સિસ્ટમનો એક ભાગ ટ્રાન્સપોર્ટ લોક કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચાડવામાં આવ્યો છે. ઇદ્ગઁઁ બનાવતી રશિયન કંપની રોસાટોમના જણાવ્યા અનુસાર રિએક્ટર બિલ્ડિંગમાં ટૂંક સમયમાં ટ્રાન્સપોર્ટ લોક લગાવવામાં આવશે,

જે વધુ ચોક્કસ અને સૌથી મુશ્કેલ કામ છે. પરિવહન લોકનું મુખ્ય કાર્ય કન્ટેઈનમેન્ટની અંદર કિરણોત્સર્ગી સામગ્રીને જાળવી રાખવાનું અને આગ સલામતીની ખાતરી કરવાનું છે. ૨૩૫ ટન વજન ધરાવતું આ તાળું એક નળાકાર માળખું છે, જેની લંબાઈ ૧૨.૭ મીટર અને વ્યાસ ૧૦ મીટર છે.ઇર્જટ્ર્ઠંદ્બ અનુસાર, ઇદ્ગઁઁનું લગભગ ૮૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. રૂપપુર ન્યુક્લિયર પ્લાન્ટમાં ૨ યુનિટ છે, તેમાં વીવીઇઆર-૧૨૦૦ રિએક્ટર હશે જેની કુલ ક્ષમતા ૨૪૦૦ મેગાવોટ હશે. મળતી માહિતી મુજબ તેનું યુનિટ-૧ આ વર્ષે જ કાર્યરત થવાનું હતું.

યુનિટ-૨ આવતા વર્ષે કાર્યરત થશે. એટલે કે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવતા વર્ષ સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. જ્યારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ઇચ્છતા હતા કે ઇર્જટ્ર્ઠંદ્બ તેના યુનિટ-૩ અને યુનિટ-૪નું નિર્માણ કરે, પરંતુ સરકાર ગયા પછી આ બંને એકમોનું ભવિષ્ય શું હશે તે અંગે શંકા છે. જાેકે, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથેની સૌજન્ય મુલાકાત દરમિયાન રશિયાના રાજદૂત એલેક્ઝાન્ડર મન્ટિત્સકીએ આ પરમાણુ ઉર્જા પ્લાન્ટ માટે રશિયાની સહાયતા ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Follow Me:

Related Posts