ભાવનગર શેઠ પરિવારના સહયોગથી વર્ષ ૨૦૧૭ થી કાર્યરત શિશુવિહાર ફિઝિયો થેરાપી સેન્ટર ના ઉપક્રમે. પ્રથમ નવરાત્રી પ્રસંગે હાડકા અને મસલ્સ ની ફરિયાદ સંબંધે વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો….. ભાવનગરના જાણીતા ઓર્થોપેડિક એમ. એસ. ડોક્ટર પ્રશાંતભાઈ વ્હોરા ના વિશેષ માર્ગદર્શન નીચે. સહજાનંદ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી ના ડોક્ટર શ્રી ભાવિકાબેન હરિયાણી તથા ડોક્ટર શ્રી જાનવી બેન તેજાણી દ્વારા ૨૫ થી વધુ પેશન્ટની વિશેષ તપાસ કરવામાં આવી….શિશુવિહાર આરોગ્ય સેવા કેન્દ્રના ડોક્ટર અરવિંદભાઈ તેમજ સંસ્થાના કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કેમ્પમાં થેરાપી કોલેજના ૮ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પણ વિશેષ સેવા આપી હતી. આ પ્રસંગે સેવાભાવી તબીબશ્રીનું વિશેષ અભિવાદન શિશુવિહાર દ્વારા કરવામાં આવ્યું હતું.
શેઠ પરિવારના સહયોગ થી શિશુવિહાર ફિઝિયો થેરાપી સેન્ટર ના ઉપક્રમે. પ્રથમ નવરાત્રી પ્રસંગે હાડકા અને મસલ્સ કેમ્પ

Recent Comments