fbpx
અમરેલી

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના પી ટી ટીચર ડી પી જાની અને રાજેશભાઇ ડામોર સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સન્માન સમારોહ યોજાયો. “અન્ન દાન થી વિદ્યાદાન ચડિયાતું છે અન્ન એક ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે” સીતારામબાપુ

દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના પી ટી ટીચર ડી પી જાની સાહેબ અને વહીવટી કર્મચારી રાજેશભાઇ ડામોર સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સન્માન સમારોહ યોજાયો

શિવકુંજ આશ્રમ અધેવડાના મહંત ગોપનાથ મંદિર ના ગાદીપતિ પૂજ્ય સીતારામબાપુ ની અધ્યક્ષતા સેવા નિવૃત થતા શિક્ષક સંસ્થા ના કર્મચારી ઓને આશીર્વચન પાઠવતા પૂજ્ય સીતારામબાપુ એ મનનીય વકત્વ આપતા જણાવ્યું હતું કે

“અન્ન દાન થી વિદ્યાદાન ચડિયાતું છે અન્ન એક સમય તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે”

સેવા નિવૃત થયેલ શિક્ષકે  સમગ્ર જીવન ના મહત્વ ના વર્ષ સમાજ ના ઘડતર માટે આપ્યા આવતી પેઢી નું મીષ્કર્ષ ઘડી સમાજ ઘડતર નું રૂડું કાર્ય કર્યું છે તે વિદાય માન સમારોહ માં સ્પષ્ટ દેખાઈ આવે છે આટલી જન મેદની તેના સ્વભાવ નો પ્રભાવ છે તેમ જણાવ્યું હતું

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ પરિસર માં યોજાયેલ સેવા નિવૃત વિદાયમાન માં ડી પી જાની સાહેબ અને રાજેશભાઈ ડામોર ને શાલ શિલ્ડ સન્માન પત્ર પુષ્પગુંચ સહિત ની ભેટ સોગાદ આપી શહેરીજનો એ સત્કારવા કર્યો હતો શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ કેળવણી કારો વેપારી રાજસ્વી અગ્રણી વાલી ઓ  વિદ્યાર્થી ઓની વિશાળ ઉપસ્થિતિ માં સેવા નિવૃત થતા ડી પી  જાની સાહેબ અને વહીવટી કર્મચારી રાજેશભાઇ ડામોર ની સાથે ની જૂની  સ્મૃતિ ઓ વાગોળતા સહકર્મી ઓ એ તેનમાં મિલનસાર સ્વભાવ કર્તવ્ય નિષ્ઠા ની સરાહના કરી હતી

Follow Me:

Related Posts