દામનગર શહેર ની પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઈ સ્કુલ માં ૨૧. જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખુબ ઉત્સાહ સભર ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ મા લાઠી… દામનગર વિસ્તાર ના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા નગરપાલિકા પ્રમુખ ગોબરભાઇ નારોલા શિક્ષણ સમિતિ ના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ સતીશબાપુ તુષારભાઇ પાઠક ભાવનાબેન ઉનડકટ ની સવિશેષ ઉપસ્થિતી રહેલ હતી..આ કાર્યક્રમ મા યોગિક ક્રિયાઓ મુદ્રાઓ તેમજ મુખ્ય મંત્રી પ્રધાન મંત્રી શ્રી નો યોગ સંદેશ પણ સાંભળેલ હતો.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા નગરપાલિકા ના સદસ્ય શ્રીઓ એવમ કર્મચારી શ્રી ઓ સ્થાનિક આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અને નગરજનો ભાઈઓ અને બહેનો એ હાજર રહ્યાં હતા..આ સમગ્ર કાર્યક્રમ ને વિશેષ બનાવવા શાળા ના દાતા શેઠ શ્રી એમ સી મહેતા પરિવાર ના પુત્ર રત્ન દિનેશભાઈ મહેતા પ્રવીણભાઈ મહેતા દ્રારા શાળા ની વિદ્યાર્થીનીઓને બે. જોડી ગણવેશ તેમજ અભ્યાસ ઉપયોગી નોટબુક્સ પણ આપેલ હતા. આ સમગ્ર કાર્યક્રમ નું ઉત્તમ અને સરાહનીય આયોજન શાળા પરિવાર સ્ટાફ શિક્ષક શ્રી ઓ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પાર્થેશભાઈ ત્રિવેદી દ્રારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું..
શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે ધારાસભ્ય તળાવીયા ની ઉપસ્થિતિ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

Recent Comments