ભાવનગર

શેત્રુંજીડેમ:મહારાજ સાહેબની પધરામણી

જિલ્લાના જાણીતા સ્થળ શેત્રુંજી ડેમ તીર્થ ખાતે ચકાચક શાસન પ્રભાવક વિજય ચંદ્ર સૂરીશ્વરજી મસા તેમના અનુયાયીઓ સાથે પધાર્યા હતા. અહીંના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે એક કાર્યક્રમમાં તેઓએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, નવ નિર્મિત ગૌ કક્ષ તેમજ આધુનિક અટલ લેબ ની મુલાકાત લીધી હતી.તેમજ તેઓશ્રીએ બુનિયાદી શાળા ખાતે ગાંધીજીને યાદ કરી તેમના પગલે ચાલવા અનુરોધ કર્યો હતો. તેમના આશીર્વચન સાથે નવા સત્ર પ્રારંભે ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ થયો હતો. આ વેળાએ મુંબઈ સ્થિત મિલનભાઈ શાહ, કેતનભાઇ શાહ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારે સૌનું સ્વાગત કર્યું હતું. જ્યારે સંસ્થા પરિચય નિયામક લાલજીભાઈ સોલંકી આપ્યો હતો.

Related Posts