પાલીતાણા નજીક શેત્રુંજી ડેમ ખાતે ધોરણ 1 થી 8 ના અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હંસાબેન અશોકભાઈ દિયોરા ચેરીટેબલ ટ્રસ્ટ, પાલીતાણા દ્વારા આજે 900 ઉપરાંત ફુલ સ્ક્રેપ ચોપડાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ચેતનભાઈ દીયોરા , દેવભાઈ અને દર્શનભાઈ દીયોરા, જૈન જાગૃતિ સેન્ટર ના કાર્યકરો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.શેત્રુંજીડેમ કેન્દ્રવતી શાળા સહિત ભુતિયા, થોરાળી, સોનપરી, ખોડીયાર નગર, વિઠ્ઠલવાડી, ભૂતડીયા તથા લાંબધાર પ્રાથમિક શાળાના બાળકોને પણ ફુલ સ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું
શેત્રુંજીડેમ પંથકની શાળાઓ માં મફત ફુલ સ્ક્રેપ નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું

Recent Comments