fbpx
ભાવનગર

શેત્રુંજી ડેમની બંને કેનાલ માં પાણી છોડાયું

શેત્રુંજી ડેમની જમણા અને ડાબા કાંઠાની બંને કેનાલોમાં પિયત માટે પાણી છોડવામાં આવ્યું…શેત્રુંજી ડેમના જળાશય માંથી આજે 12.39 મિનિટે શેત્રુંજી કેનાલના જમણા તેમજ ડાબા કાંઠાની કેનાલ મારફતે 70-70 ક્યુસેક પાણી ઉનાળુ-રબી સીઝન માટે છોડવામાં આવ્યું છે.

શેત્રુંજી ડેમ જળાશય ખાતેથી પાણી છોડતી વખતે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ઇજનેર આશિષ બાળધિયા તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા. ડાબા કાંઠાની 95 કિ.મી અને જમણા કાંઠાની 56 કિ.મી લંબાઈની કેનાલો દ્વારા શેત્રુંજી કમાંડ વિસ્તારના બાગાયતકારો, ખેડૂતોના રબિ, ઉનાળુ પાક માટે પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે શેત્રુંજી ડેમ નું પાણીનું લેવલ 32 ફૂટ છે ખેડૂતો વધારે ફોર્મ ભરે એવી અપીલ સિંચાઈ ખાતા દ્વારા કરવામાં આવી છે.

Follow Me:

Related Posts