fbpx
ભાવનગર

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા વિદાય સમારંભ યોજાયો

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા ની પેટા શાળા વિઠ્ઠલ વાડી પ્રા.શાળા ના આચાર્ય રજનીકાંત હરિભાઈ ભરાડ વય મર્યાદાને કારણે નિવૃત થતા અને સોનપરી પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી જાગૃતીબેન અને દક્ષેશભાઈ ચંદ્રકાંતભાઈ વ્યાસ સેવા નિવૃત્ત થતાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદાય સન્માન ના આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી  આતુભાઇ મકવાણા, બીઆરસી હાર્દિક ભાઈ ગોહિલ, કેળવણી નિરીક્ષક શ્રી કલ્પેશભાઈ દવે, સી.આર.સી અનીરુદ્ધસિંહ  પરમાર અને નરેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન કેન્દ્રવર્તી શાળાના આચાર્ય ધવલભાઇ જોશીએ કર્યું હતું . વિદાય લઈ રહેલા શિક્ષકોએ પોતાની વર્ષોની દીર્ઘકાલીન શિક્ષણ યાત્રાના અનુભવો વર્ણવ્યા હતા. તેઓએ તેમની શાળાઓને રોકડ ભેટ પણ આ પ્રસંગે અર્પણ કરી હતી. કાર્યક્રમમાં શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિપકભાઈ ચુડાસમાએ સંભાળ્યું હતું . કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર અધિકારીશ્રીઓ તેમજ સૌ શિક્ષકો પ્રત્યે કે.વ. શાળાના આચાર્ય ધવલભાઇ જોશી એ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Follow Me:

Related Posts