ભાવનગર

શેત્રુંજી ડેમ ખાતે આવેલી કેન્દ્રવતી શાળા ખાતે દાતાનો સન્માન સમારંભ યોજાયો

પાલીતાણા નજીકના શેત્રુંજી ડેમ ખાતે આવેલી કેન્દ્રવતી શાળા ખાતે દાતાશ્રીનો સન્માન સમારંભ યોજાયો હતો. છેલ્લા 15 વર્ષથી દર વર્ષે 100 ઉપરાંત શાળામાં વિવિધ વસ્તુઓ ભેટ આપતા દાતાશ્રી પરમાનંદભાઈ શાહ, મુંબઈ દ્વારા આ વર્ષે પણ શેત્રુંજીડેમ કેન્દ્રવર્તી શાળાને કબાટ, ટેબલ તેમજ ખુરશીઓ ભેટ આપેલ છે. આ સમારંભમાં ઉપસ્થિત સૌ ગામજનો,શિક્ષકો અને બાળકોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Related Posts