ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં આજે સાંજના સુમારે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે અને જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ આજે પાલિતાણા ખાતે આવેલ ડેમ સાઇટ પર પહોંચ્યાં હતાં અને વહેતાં નીરના વધામણાં કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લાનો મોટામાં મોટો ડેમ છે અને ભાવનગર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડવાનું મહત્વનો ડેમ છે.
આ ડેમ ભરાતાં ગઇકાલે જ ડેમને ૨ ફુટ ખોલવામાં આવ્યો હતો. ડેમ બે કાંઠે થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.
ગઇકાલે જ મુખ્યમંત્રીશ્રીએ નર્મદા ડેમ ઓવરફ્લો થતાં ડેમ સાઇટ પર જઇ નીરના વધાંમણાં કર્યા હતાં. આ વખતે મેઘરાજાની મહેર રહેતાં જિલ્લાના જળાશયો છલોછલ ભરાયાં છે. તેથી પ્રાણી સૃષ્ટી સાથે કૃષિ અને માનવજીવનને પણ રાહત થવાની છે.
આ વધામણાં કરવાં માટે પાલિતાણાના પ્રાંત અધિકારીશ્રી સિધ્ધાર્થસિંહ ગઢવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જાડેજા, શેત્રુંજી સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી આશિષ બાલધિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments