શેત્રુંજી ડેમ ના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતેથી વિશાળ જનસંખ્યામાં આ પદયાત્રા નીકળી હતી જેમાં આજુબાજુના ગામો ના લોકો,વિદ્યાર્થીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.બે કિલોમીટર જેટલી લંબાઇની આ પદયાત્રા માં વિવિધ ફ્લોટ્સ રજૂ થયા હતા.
ડીજેના તાલે દેશભક્તિ ગીતોના સથવારે દાંડીયારાસ, લેજિમ,ઘોડેસવારી, કાર, સાયકલ સાથે આકર્ષણ રૂપ તિરંગા યાત્રા રહી હતી. ભારે ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે સૌ ઉમંગભેર જોડાયા હતાં.શેત્રુંજી ડેમના પુલ ઉપર વિરામ પામેલી પદયાત્રામાં માનવ સાકળ પણ રચાય હતી.
Recent Comments