અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં રેતી ઉપાડતા અલગ અલગ બ્લોકની લીઝ ફાળવવા રજુઆત કરાઇ છે.
હાલ છેલ્લા ઘણા વર્ષોથી અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી ઇકોઝોનના નામે રેતી ઉપાડવાનું બંધ છે. તંત્ર દ્વારા કાયદેસર લીઝના ન મળવાથી રેત માફીયાઓ બેફામ–બેરોકટોક રીતે રેતી ઉપાડી પ્રજાને લુટી રહયા છે. ત્યારે સામાન્ય ઘર બનાવનાર કે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સામાન્ય રીતે ર૦૦૦/– રૂપિયામાં મળતુ ડમ્પર હાલ ૧૦,૦૦૦/– થી ૧ર,૦૦૦/– રૂપિયામાં મળી રહયું છે.
ઇકોઝોનના નામે અહીં લીઝ રદ કરાઇ હોય, વાવાઝોડા બાદ વિકાસ કાર્યો માટે રેતી મેળવવા ખુબ જ તકલીફ પડી રહી છે અને સરકારને પણ રોયલ્ટીની આવકનું નુકશાન જઇ રહયું છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને તાત્કાલીક અસરથી શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા માટેના બ્લોકની લીઝ ફાળવવામાં આવે અને લોકોને સસ્તાભાવે રેતી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમ પ્રજાહીતમાં રજુઆત કરાઇ છે.
Recent Comments