અમરેલીની બાજુમાં શેત્રુંજી નદી આવેલ છે. આ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવે છે, સાથો સાથ રેતીનો પણ ભરાવો થાય છે અને નદી બારેમાસ ચાલુ રહેતી હોવાથી સતત રેતીની પણ આવક રહે છે, જેના હિસાબી નદીની આજુબાજુ કાંઠા વિસ્તારમાં તથા નદીના મધ્ય ભાગમાં રેતીનો ખૂબ જ ભરાવો થાય છે, જેના કારણે નદીની ઉંડાઈ ખુબ જ ઘટી ગયેલ છે.
ર૦૧પ માં પૂર હોનારત સમયે રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળેલ જેના હિસાબે જાનમાલને ખૂબ જ નુકશાન થયેલ તથા ખેતરોમાં પાણી ફરી વળતા જમીનની ફળદ્વુપતા નાશ પામેલ હતી. ભવિષ્યમાં આવી હોનારત થતી અટકાવવા માટે તાત્કાલીક ધોરણે આ નદીમાંથી રેતી કાઢવાની ખાસ જરૂરીયાત છે. કારણ કે, રેતીના કારણે પાણીની સંગ્રહ શકિત ઘટી ગયેલ છે. જેથી નદીમાંથી કાયદેસર રીતે રેતી ઉપાડવાની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવે તો નદીની ઉંડાઈ વધશે અને પાણીનું વહેણ પણ ઉડું થશે અને પાણીની ક્ષમતામાં વધારો થશે. ઉપરાંત સરકારશ્રીને ખનીજ રોયલ્ટીની આવક પણ થશે.
ર૦૧પ માં આવેલ શેત્રુંજી નદી પરના જળ હોનારતના કારણે નદી કાંઠે વસતા ૧૦ સિંહોના મૃત્યુ થયેલા અને તેના મૃતદેહો મળેલા ઉપરાંત ૩૦ થી ૩પ સિંહો ગુમ થયેલા જેના આજસુધી મૃતદેહ પણ મળ્યા નથી ઉપરાંત ઘણા નદી કાંઠે વસવાટ કરતા વન્ય પ્રાણીઓ અને ગાયો,ભેંસો,રોઝડા,ઘેંટા,બકરા અને અન્ય વન્ય જીવો મોટા પ્રમાણમાં શેત્રુંજી નદીના પુરમાં તણાય જવાથી મૃત્યુ થયેલ જેથી ઈકો સેન્સીટીવ ઝોનનો મુખ્ય હેતુ વન્ય પ્રાણીઓને સુરક્ષા પ્રદાન કરવાનો હોય નદી માથી માત્ર રેતીનું ડીસિલ્ટીંગ કરવાની પરમીશન આપવામાં આવે તો પણ વન્ય પ્રાણીઓને પુર જેવા હોનારતના સમયમાં વધુ સુરક્ષીત રાખી શકાય.
હાલમાં આ નદીમાંથી રેતી ઉપાડવાનું સરકારશ્રીનું બાન હોય જેના કારણે બાંધકામનો વ્યવસાય પણ અટકી ગયેલ છે, અને આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો કારીગરો,મજૂરોને મળતી રોજગારી બંધ થયેલ છે.
સબબ સરકારએ પ્રસ્તૃત બાબતે ગંભીરતાપૂર્વક વિચારણા કરી અમરેલીની શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવાના જે નિયંત્રણો મુકવામાં આવેલ છે તે ઉઠાવી, પ્રજાના હિતમાં રેતી ઉપાડવાની મંજૂરી આપવાની માંગ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે.
શેત્રુંજી નદી માંથી રેતી ઉપાડવાની પરવાનગી આપવાની માંગ કરતા : પરેશ ધાનાણી

Recent Comments