fbpx
અમરેલી

શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા ભાવનગર અને અમરેલીના ૩૫ ગામોના ૬૦૦ જેટલા ગ્રામજનોને આંબરડી સફારી પાર્કની મુલાકાત કરાવવામાં આવી

વન્યજીવ અને માનવ ઘર્ષણના બનાવો ટાળવા અને પ્રકૃત્તિ સંરક્ષણના ઉમદા ઉદ્દેશથી ભાવનગરના તળાજા,મહુવા અને અમરેલીના લીલીયા તાલુકાના ૩૫ ગામોના કુલ ૬૦૦ ગ્રામજનોને તા.૨૦ સપ્ટેમ્બર,૨૩ થી ૨૬ સપ્ટેમ્બર,૨૩ સુધીમાં શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા ધારી નજીક શેત્રુંજીના કાંઠે આવેલ પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્કની મુલાકાત કરાવવામાં આવી હતી. આ ટુર પ્રોગ્રામમાં નાયબ વન સંરક્ષકશ્રી,શેત્રુંજી વન્યજીવ વિભાગના માર્ગદર્શન અંતર્ગત બસ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉપરાંત આંબરડી સફારી પાર્ક ખાતે ગ્રામજનો માટે સભાનું આયોજન કરીને વન અને વન્યજીવોની હાજરીથી થતાં ફાયદાઓ, પ્રકૃતિ સંરક્ષણ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ઉપરાંત વન અને વન્યજીવોના સંરક્ષણને લઈ જાગૃત્તિ માટે લોકો સ્વંય જાગૃત્ત બને તેવી અપીલ પણ લોકોને કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts