શેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી-ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે પાણી મેળવવા માટે મુદત વધારાઇ
શેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી – ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ માંગવામા આવેલ પરંતુ સિંચાઇ માટેના પુરતા પ્રમાણમાં ફોર્મ આવેલ ન હોઇ, અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી લંબાવવામાં આવે છે. જેથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમા સિંચાઇના ફોર્મ અચુક ભરી દેવા. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રબી – ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમા તાત્કાલિક અસરથી ભરી જવા ભાવનગર જળ સિંચન વિભાગની યાદીમાં જણાવાયુ છે.
Recent Comments