શેફાલી જન્નતના પાત્રથી રાજી રાજી છે
શેફાલી જરીવાલાએ આજે અલગ જ ઓળખ ઉભી કરી લીધી છે. મુળ અમદાવાદની શેફાલીએ વર્ષ ૨૦૦૪માં ફિલ્મ મુજસે શાદી કરોગીમાં ગેસ્ટ રોલ નિભાવ્યો હતો. ૨૦૦૮માં બૂગીવૂગીમાં ભાગ લીધો હતો. એ પછી નચ બીલીયે, બિગ બોસ જેવા શો પણ કરી ચુકી છે. ચાહકો તેને કાંટા લગા ગર્લ તરીકે પણ ખુબ સારી રીતે ઓળખે છે.
હવે તે વેબ સિરીઝમાં કામ કરી રહી છે. ‘કલાસ ઓફ ૨૦૨૦’ નામની વેબ સિરીઝથી તે ડિજીટલ માધ્યમમાં એન્ટ્રી કરી રહી છે. આ સિરીઝ અલ્ટ બાલાજી પર રિલીઝ થવાની છે. વિકાસ ગુપ્તા અને રોહન મહેરા પણ મુખ્ય ભુમિકામાં છે. હાલમાં આ સિરીઝનું ધમધોકાર શુટીંગ ચાલી રહ્યું છે. શેફાલીએ કહ્યું હતું કે મને આ સિરીઝમાં જે પાત્ર ભજવવાની તક મળી છે તે ખુબ જ સુંદર રીતે લખાયું છે. જન્નત નામનું આ પાત્ર છે. જન્નતને પોતાની જિંદગી પ્રત્યે જે જાેશ છે એ ગજબનો છે. આ કારણે જ મને આ પાત્ર ભજવવાની વધુમાં વધુ ખુશી મળી રહી છે. જલ્દીથી સિરીઝનું શુટીંગ પુરૂ થાય અને તે રિલીઝ થાય તેની હું આતુરતાની રાહ જાેઇ રહી છું.
Recent Comments