શેરબજારની રેકોર્ડ સપાટીએ શરૂઆત તો થઇ પણ બાદમાં લાલ નિશાન નીચે સરક્યો
ભારતીય શેરબજારની આજે નવી રેકોર્ડ સપાટીએ શરૂઆત થઇ જાેકે ગણતરીની પળમાં તે લાલ નિશાન નીચે સરકી ગયો હતો. આજે સેન્સેક્સ ૦.૩% અને નિફટી ૦.૨% વધારા સાથે ખુલ્યો હતો. કારોબારની શરૂઆત સાથે સેન્સેક્સ ૮૧,૫૮૫.૦૬ (જીીહજીટ છઙ્મઙ્મ ્ૈદ્બી ૐૈખ્તર) અને નિફટી ૨૪,૮૫૩.૮૦ (દ્ગૈકંઅ છઙ્મઙ્મ ્ૈદ્બી ૐૈખ્તર) પર કારોબારનો પ્રારંભ કર્યો હતો. કારોબારની શરૂઆત સાથે શેરમાર્કેટ લાલ નિશાન નીચે સરક્યું હતું. બજાર મૂલ્ય દ્વારા દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે શુક્રવારે તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો રજૂ કરશે. પરિણામો પહેલા ગુરુવારે શેર અડધા ટકાથી વધુના વધારા સાથે બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં સ્ટોક ૭ ટકા વધ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં કંપનીના ઈમ્ૈં્ડ્ઢછમાં વધારો થશે જ્યારે આવકમાં મર્યાદિત વધારો પણ અપેક્ષિત છે. જાે કે, મતદાન અનુસાર ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં કંપનીના ઈમ્ૈં્ડ્ઢછ માર્જિનમાં ઘટાડો થઈ શકે છે.
પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત પાંચ જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે મૂડી એકત્ર કરવાના ભાગરૂપે આગામી ૬-૯ મહિનામાં રૂ. ૨૮,૦૦૦ કરોડના મૂલ્યના ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ્સ (ઊૈંઁજ)નું આયોજન કર્યું છે. આ વખતે પણ તેઓ તેમની ભંડોળની જરૂરિયાતોને પહોંચી વળવા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ હાઉસ તરફ વળશે. સાપ્તાહિક એક્સપાયરીનાં દિવસે શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ થયું હતું. બજાર જાેરદાર તેજી સાથે બંધ થયું હતું. ખરાબ વૈશ્વિક સંકેતો બાદ ગુરુવારે બજારની શરૂઆત નબળી રહી હતી.
આ પછી બપોરે ૧ વાગ્યા સુધી વધઘટ જાેવા મળી હતી. ૧ વાગ્યા પછી માર્કેટમાં જાેરદાર રિકવરી જાેવા મળી હતી. સેન્સેક્સ ૮૧,૦૦૦ને પાર અને નિફ્ટીએ પહેલીવાર ૨૪,૭૦૦ને પાર કર્યો હતો. સેન્સેક્સ ૮૦,૫૧૪ પર ખુલ્યો. દિવસ દરમિયાન તે ૮૧,૫૨૨.૫૫ ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. અંતે, સેન્સેક્સ ૦.૭૮% અથવા ૬૨૭ પોઈન્ટ વધીને ૮૧,૩૪૩ પર બંધ થયો. સેન્સેક્સનો આ રેકોર્ડ બંધ છે. નિફ્ટી ૨૪,૫૪૪ પર ખુલ્યો. નિફ્ટી ૨૪,૮૩૭.૭૫ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી ૦.૭૬% અથવા ૧૮૮ પોઈન્ટ વધીને ૨૪,૮૦૧ પર બંધ થયો. ૩૫ શેરમાં ખરીદારી અને ૧૫માં વેચવાલી હતી. આ નિફ્ટીનો રેકોર્ડ બંધ છે.
Recent Comments