ગુરુવારે ભારતીય શેરબજાર સકારાત્મક ખુલ્યું હતું. જાેકે બાદમાં ઉતાર – ચઢાવ દેખાયો હતો. મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં સારી ખરીદી નોંધાઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં ૬૬,૪૦૦ને પાર કરી ગયો હતો. આ જ નિફ્ટી પણ ઈન્ટ્રાડેમાં ૧૯,૭૬૬ના સ્તરને સ્પર્શ્યો હતો. શેર બજારની તેજીના કારણે મેટલ અને સરકારી બેંકિંગ શેરોમાં મહત્તમ ખરીદી નોંધાઈ રહી છે. નિફ્ટી એલ એન્ડ ટી શેર ૧.૨૫ ટકાના વધારા સાથે ટોપ ગેનર છે. જ્યારે ટેક મહિન્દ્રાનો શેર ટોપ લૂઝર છે. આ પહેલા બુધવારે મ્જીઈ સેન્સેક્સ ૧૭૩ પોઈન્ટના વધારા સાથે ૬૬,૧૧૮ પર બંધ થયો હતો.
આજે ગુરુવારે શેરબજારનો ટ્રેડિંગની જાેરદાર શરૂઆત થઇ છે. મ્જીઈ સેન્સેક્સ ૧૩૯ પોઈન્ટ ઉછળીને સવારે ૬૬,૨૫૭ ના સ્તરે જ્યારે નિફ્ટી ૩૩ પોઈન્ટ વધીને ૧૯૭૪૯ ના સ્તરે ખુલ્યો હતો. જાે આપણે શેરબજારમાં શરૂઆતના ટ્રેડિંગમાં સૂચકાંકો વિશે વાત કરીએ તો નિફ્ટી મિડકેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં તેજી જાેવા મળી રહી છે. શેરબજારના શરૂઆતી કારોબારમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં થોડો વધારો જાેવા મળ્યો હતો. મારુતિ સુઝુકી, મુથુટ ફાઈનાન્સ અને બજાજ ફાઈનાન્સના શેરમાં નબળાઈ નોંધાઈ રહી છે. જાે ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓ વિશે વાત કરીએ તો શરૂઆતના વેપારમાં ગૌતમ અદાણી ગ્રૂપની ૮ કંપનીઓના શેરમાં ઉછાળો નોંધાયો હતો જ્યારે અંબુજા સિમેન્ટના શેરમાં થોડી નબળાઈ સાથે કામકાજ થઈ રહ્યું હતું.
Recent Comments