સપ્તાહનો ત્રીજાે કારોબારી અને સતત બીજાે દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. બે દિવસમાં સેન્સેક્સમાં ૭૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો, જેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને ૨૭૭.૩૪ લાખ કરોડ થઈ ગઈ છે, જે ગઈકાલે ૨૭૮.૧૧ લાખ કરોડ હતી અને સોમવારે રૂ. ૨૭૮.૯૮ લાખ કરોડ હતી. બે કારોબારી દિવસમાં ૧.૬૪ લાખ કરોડનો વધારો થયો છે. આજે સેન્સેક્સ ૩૭૧.૮૩ પોઇન્ટના ઘટાડા સાથે ૬૧૫૬૦.૬૪ પોઇન્ટ અને નિફ્ટી ૧૦૪.૭૫ પોઇન્ટના ઘટાડા સાથે ૧૮૧૮૧.૭૫ પોઇન્ટ પર બંધ થયા. મંગળવારે સેન્સેક્સ આજે ૪૩૧.૨૪ પોઈન્ટ અને નિફ્ટી ૧૨૫.૭ પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સોમવારે સેન્સેક્સમાં ૩૧૭.૮૧ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૮૪.૦૫ પોઇન્ટનો વધારો થયો હતો. બીએસઈનો સેન્સેક્સ આજે ૦.૧૫ પોઈન્ટની સપાટ ચાલ સાથે ૬૧,૯૩૨.૩૨ પર ખૂલ્યો હતો અને ગઈકાલે તે ૬૧,૯૩૨.૪૭ના સ્તરે બંધ થયો હતો. મ્જીઈનો નિફ્ટી ૧૩.૯૫ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૧૮,૩૦૦.૪૫ પર ખુલ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં બેંક નિફ્ટી ૩૭.૯૫ પોઈન્ટ અથવા ૦.૦૯% વધીને ૪૩,૯૪૧.૬૫ પર અને નિફ્ટી આઈટી ૧૪૩.૫૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૧% ઘટીને ૨૮,૦૭૨.૪૫ પર છે.
શેરબજારમાં બે દિવસમાં ૭૫૦થી પોઇન્ટનું ગાબડું

Recent Comments