ગુજરાત

શેરબજારમાં રોકાણની લાલચ આપી જી.એસ.એફ.સી.ના સિનિયર મેનેજર પાસેથી ૬૩.૫૦ લાખ પડાવી લીધા

શેર બજારમાં રોકાણની લાલચ આપી જી.એસ.એફ.સી.ના સિનિયર મેનેજર પાસેથી ૬૩.૫૦ લાખ રોકાણના બહાને ઠગે મેળવી લીધા હતા. ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો. જ અંગે પોલીસે ભેજાબાજ ઠગ વિરૃદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરણી રોડ સિગ્નસ સ્કૂલની પાછળ મધુબન ક્લબ લાઇફ એપાર્ટમેન્ટમાં રહેતા સીમાબેન વિજયભાઈ મિશ્રા હાલમાં બેંગલોરમાં રહે છે. તેમના પતિનું ગયા વર્ષે અવસાન થયું છે.

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ વિજય ગજાનંદભાઇ મિશ્રા જી.એસ.એફ.સી. ફર્ટિલાઇઝર છાણી ખાતે સિનિયર મેનેજર તરીકે નોકરી કરતા હતા. અમારા પતિ જીવતા હતા. તે સમયે અમારા પતિના મામા મહેશભાઇ મૂશળે એ અમારી ઓળખાણ વડોદરાના સમા વિસ્તારમાં ઓફિસ ધરાવતા મયૂરકુમાર સંજયભાઇ પટેલ સાથે કરાવી હતી.મયૂરકુમારે કહ્યું હતું કે, તમે અમારા કહેવા મુજબ કોમોડિટી તથા શેર બજારમાં રોકાણ કરશો તો તમને એફ.ડી. કરતા વધુ વળતર મળશે. તમને જ્યારે પણ રૃપિયાની જરૃર હશે

ત્યારે ત્રણ મહિનામાં એકપણ રૃપિયો કાપ્યા વગર પૈસા પરત કરી દઇશ. તમે ૫૦ લાખથી ૧ કરોડ સુધીનું રોકાણ કરશો તો તમને છ થી નવ મહિનામાં પ્રોફિટ મળવાનું શરૃ થઇ જશે. ત્યારબાદ મયૂરકુમાર તેના માતા – પિતા અને ભાઇ સાથે વાઘોડિયા રોડ તુલસી કોલોનીમાં અમારા મકાને આવ્યા હતા. અમારા પતિના એકાઉન્ટમાંથી ૬૬.૫૦ લાખ મયૂરકુમારના એકાઉન્ટમાં સપ્ટેમ્બર – ૨૦૨૦ થી જૂન – ૨૦૨૧ સુધી ટ્રાન્સફર કરાવ્યા હતા.જુલાઇ – ૨૦૨૧માં નફા પેટે અમારા પતિના એકાઉન્ટમાં ત્રણ લાખ ટ્રાન્સફર કર્યા હતા. ચાર મહિના પછી અમારા પતિએ વળતરના રૃપિયાની માંગણી કરતા મયૂરકુમારે વાયદા શરૃ કર્યા હતા. તેણે અમારા પતિના કોલ રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. મયૂરકુમારના ઘરે તપાસ કરવા ગયા ત્યારે જાણ થઇ કે, તે બીજે રહેવા જતો રહ્યો છે. અમને અમદાવાદનું સરનામુ મળતા ત્યાં જઇને તપાસ કરતા તે મળી આવ્યો નહતો. તેના માતા – પિતા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે અમારા દીકરાને કાઢી મૂક્યો છે. થોડા સમય પછી અમને જાણવા મળ્યું હતું કે, મયૂરકુમાર સંતરામપુર જેલમાં છેતરપિંડીના કેસમાં છે.

Related Posts