ગુજરાત

શેરમાર્કેટને ધ્યાને લઈ આરબીઆઈ રેપોરેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરી શકે

ભારતીય શેરબજારોમાં ત્રણ દિવસીય તેજીને બ્રેક લાગી છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે એ વ્યાજદરમાં ૦.૫૦ બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે. જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદર જાળવી રાખ્યા છે. આ ઉપરાંત મેક્રો ઇકોનોમી ડેટા નબળા આવશે તેવા સંકેત, વૈશ્વિક ફુગાવામાં વધારો થશે તેવા અહેવાલે શેરબજારમાં પ્રોફિટબુકિંગ જાેવા મળ્યું છે. સેન્સેક્સ ૭૭૦.૩૧ પોઈન્ટ ઘટીને ૫૮૭૮૮.૦૨ બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી ૨૧૯.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૬૦.૨૦ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પેકમાં એચડીએફસી ૩.૨૩ ટકાના ઘટાડા સાથે ટોપ પર રહી હતી. આ ઉપરાંત ઇન્ફોસિસ, એલશ્ટી, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને કોટક બેન્ક બે ટકા સુધી ઘટ્યાં હતા. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ ૩૪૩૮ પૈકી ૧૭૦૪ સ્ક્રીપ્સમાં સુધારો અને ૧૬૫૩ સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્‌થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધારા તરફીનું રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં માત્ર ૫ સ્ક્રિપ્સ વધી હતી. ૧૭૫ સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે ૧૧ સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જાેવા મળી હતી તેમજ ૪૬૯ સ્ક્રીપ્સમાં ઉપલી જ્યારે ૧૬૧માં નીચલી સર્કિટ જાેવા મળી હતી. આરબીઆઇની આગામી સપ્તાહે મળનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રિવર્સ રેપો રેટમાં ૦.૨૫ ટકા સુધીનો વધારો કરી શકે તેવા અહેવાલો મળી રહ્યાં છે.

ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસ અને ફુગાવાના આઉટ-ટર્ન વચ્ચે વૃદ્ધિની ચિંતા આરબીઆઈને તેની નાણાકીય નીતિઓને જાળવી રાખવા માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે. આરબીઆઈ તેની લિક્વિડિટી મેનેજમેન્ટ ક્રિયાઓને જાેતાં રિવર્સ રેપો રેટમાં ૦.૨૦-૦.૨૫ ટકાનો વધારો કરશે. વ્યાજદર વધારાની સાથે તમામ પ્રકારની લોનના દરમાં પણ વધારો થઇ શકે છે.

Follow Me:

Related Posts