સલમાન ખાનની હોમ પ્રોડક્શન ‘ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન’થી શેહનાઝ ગિલ બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. સલમાનની ફિલ્મ હોવાથી તેના માટે અત્યંત ઉત્સુકતા છવાયેલી છે. ઈદ નિમિત્તે દર વર્ષે સલમાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે. કિસી કા ભાઈ કિસી કી જાન મારફતે ચાર વર્ષે આ પરંપરા ફરી શરૂ થઈ રહી છે. સલમાન સાથેની ફિલ્મના પ્રમોશન દરમિયાન શેહનાઝે પોતાની આગામી ફિલ્મ અંગે વાત કરી હતી. ભાઈજાને સિલેક્ટ કરેલી એક્ટ્રેસને બોલિવૂડના અન્ય એક મોટા બેનરે ફિલ્મ ઓફર કરી છે. શેહનાઝ ગિલને પંજાબની કેટરિના કૈફ તરીકે ઓળખવામાં આવે છે. આજે શેહનાઝની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન શેહનાઝે જણાયું હતું કે, કિસી કા ભાઈ કિસી કી જાન બાદ તેને વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. આ અંગે માહિતી આપતાં તેણે કહ્યં હતું કે, રિયા કપૂરની આગામી ફિલ્મમાં તેનો લીડ રોલ છે. આ ફિલ્મને કરણ બુલાની ડાયરેક્ટ કરવાના છે. તેમાં શેહનાઝની સાથે અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મ ઉપરાંત શેહનાઝ પર્સનલ રિલેશન માટે પણ ચર્ચામાં છે. કિસી કા ભાઈ કિસી કી જાનના કો સ્ટાર રાઘવ જુયાલ અને શેહનાઝ વચ્ચે અફેર હોવાનું કહેવાય છે. સલમાને ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન રાઘવ અને શેહનાઝ વચ્ચે વધતી નિકટતા અંગે સંકેત આપ્યો હતો. રાઘવ જુયાલે શેહનાઝ સાથે ડેટિંગના રિપોર્ટ્સને નકારી દીધા હતા.
શેહનાઝ ગિલને બીજી ફિલ્મ મળી, બોલિવૂડના અન્ય એક મોટા બેનરે ફિલ્મ ઓફર કરી

Recent Comments