શૈતાન’ ની કાસ્ટે ફિલ્મ માટે કેટલી ફી વસુલી ..જાણો
માર્ચ મહિનો શરૂ થયો છે. તેની સાથે અજય દેવગનની બીજી ઘણી ફિલ્મો પણ એક પછી એક આવવાની છે. ૮મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે રિલીઝ થનારી તેની પહેલી ફિલ્મ ‘શૈતાન’ છે, જે ૮ માર્ચે સિનેમાઘરોમાં આવી રહી છે. જ્યારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેને સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મળી હતી. એવી ચર્ચાઓ થવા લાગી કે અજય ફરી એકવાર ‘દ્રશ્યમ’ જેવી દમદાર ફિલ્મ લઈને આવી રહ્યો છે. જાે કે રિપોર્ટ્સને ટાંકીને ફિલ્મના બજેટને લઈને પણ માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને બનાવવામાં મેકર્સે લગભગ ૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ફિલ્મ રીલિઝ થયા પછી કેવી ચાલે છે? તે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે? આ બધું જાેવું રસપ્રદ રહેશે. ટ્રેલરમાં આર માધવનના પાત્રના પણ ખૂબ વખાણ થયા હતા. હવે આ ફિલ્મ કેટલી દમદાર છે તે જાણવા માટે ફિલ્મની રિલીઝની રાહ જાેવી પડશે.
ફિલ્મમાં જે સ્ટાર્સ જાેવા મળશે તેમણે તેના માટે કેટલી ફી લીધી છે. અજય દેવગનથી શરૂઆત કરીએ જે બોલિવૂડના ટોપ એક્ટર છે અને તેની ગણતરી એવા કલાકારોમાં થાય છે. જેઓ ભારે ફી વસૂલ કરે છે. રિેપોર્ટ્સનું માનીએ તો તેણે આ તસવીર માટે લગભગ ૨૫ કરોડ રૂપિયાની ફી વસૂલ કરી છે. આર માધવન જે ફિલ્મમાં ‘શૈતાન’ બનીને અજય અને તેના પરિવારની મુશ્કેલીઓ વધારતો જાેવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો તેણે આ નેગેટિવ કેરેક્ટર માટે ૧૦ કરોડ રૂપિયાની ફી લીધી છે. સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી જ્યોતિકા પણ આ ફિલ્મનો એક ભાગ છે. તેણે ખૂબ જ ભારે ફી પણ વસૂલ કરી છે. રિપોર્ટ અનુસાર તેને તેના રોલ માટે લગભગ ૫ કરોડ રૂપિયા મળ્યા હતા. અભિનેત્રી જાનકી બોડીવાલા, જે આ મુવીમાં અજય દેવગનની પુત્રીના રોલમાં જાેવા મળશે. જાે તેની ફીની વાત કરીએ તો રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેણે લગભગ ૨ થી ૩ કરોડ રૂપિયા લીધા છે.
Recent Comments