એક્શનથી લઈને કોમેડી સુધીની તમામ પ્રકારની ફિલ્મોમાં પોતાની પ્રતિભા દેખાડનારા અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. અજય અને આર માધવનની આ ફિલ્મ વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક છે. ફિલ્મની સફળતા બાદ કહેવામાં આવી રહ્યું છે કે આ ક્રાઈમ થ્રિલર સ્ટોરીનો પાર્ટ ૨ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ અજય દેવગનના તે ફેન્સ માટે એક સારા સમાચાર છે જેમણે આ ફિલ્મ પહેલા જાેઈ નથી. ટૂંક સમયમાં જ અજયની ફિલ્મ ‘શૈતાન’ ર્ં્્ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ ૩ મે, ૨૦૨૪ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.
આ ફિલ્મની થિયેટરમાં રિલીઝ પહેલા જ ર્ં્્ પ્લેટફોર્મ દ્ગીંકઙ્મૈટએ ‘શૈતાન’ના ર્ં્્ રાઇટ્સ ખરીદી લીધા હતા. જાે કે જાે તમારી પાસે દ્ગીંકઙ્મૈટ સબસ્ક્રિપ્શન નથી, તો તમારે આ ફિલ્મ જાેવા માટે વધુ રાહ જાેવી પડશે. નેટફ્લિક્સ પર રિલીઝ થયાના ૪૫ દિવસ પછી આ ફિલ્મનું ટીવી પ્રીમિયર થઈ શકે છે અને તમે આ ફિલ્મ ‘જિયો સિનેમા’ પર પણ જાેઈ શકો છો. જિયો સ્ટુડિયોએ દેવગન ફિલ્મ્સ અને પનોરમા સ્ટુડિયો સાથે મળીને ‘શૈતાન’નું નિર્માણ કર્યું છે. આ જ કારણ છે કે નેટફ્લિક્સ અને ટીવી પર સ્ટ્રીમ થયાના થોડાં મહિના પછી આ ફિલ્મ ત્ર્નૈ એપ પર ફ્રીમાં જાેવા માટે ઉપલબ્ધ થશે. પરંતુ જે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે તેઓએ ‘શૈતાન’ જાેવા માટે ૩ મેના રોજ નેટફ્લિક્સ તરફ વળવું પડશે. જાેકે દ્ગીંકઙ્મૈટ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ વિશે વાત કરીએ તો ‘શૈતાન’ની સ્ટોરી કબીર (અજય દેવગન), વનરાજ (આર માધવન), જાહ્નવી (જાનકી બોડીવાલા) અને જ્યોતિ (જ્યોતિકા)ની આસપાસ ફરે છે.
Recent Comments