શૈશવ દ્વારા તરૂણાવસ્થાના પડકારો અને સુરક્ષા અંગે તાલીમકારોની રાષ્ટ્રીય કક્ષાણ તાલીમ યોજાઈ
બાળ અધિકારના ક્ષેત્રે કાર્યરત શૈશવ સંસ્થા દ્વારા તરૂણાવસ્થામાં થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો અને સુરક્ષાને લઈને રાષ્ટ્રીય સ્તરની તાલીમકારોની તાલીમ શિબિર ૧૨ થી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન યોજાઈ હતી. આ તાલીમ શિબિરમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર જેવા ૭ રાજ્યોની વિવિધ 13 સંસ્થાઓના ૩૨ ભાઈઓ-બહેનોએ તાલીમ લીધી હતી. આ તાલીમમાં બાળકોનો સુરક્ષાનો અધિકાર, તરૂણાવસ્થામાં થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો, બોડી ઈમેજ, પ્રેમ અને આકર્ષણ, ઓનલાઈન સેફટી અને સોશ્યલ મીડિયા જેવા મુદ્દાઓ ઉપરાંત વિશેષ કરીને વેનલીડોના સુરક્ષાના પગલાઓ વિષે શૈશવના પારૂલબહેન, ઇશાબહેન, પાર્થભાઈ તથા ફાલ્ગુનભાઈએ તાલીમ આપી હતી. તરૂણો સાથે કેવી પ્રવૃતિઓ કરી શકાય – કઈ સાધન સામગ્રીઓ લઇ તાલીમ કરી શકાય વગેરે બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Recent Comments