fbpx
બોલિવૂડ

શોલેની ‘નકલી’ ટાંકી પર ચડ્યાં હતાં ધર્મેન્દ્ર? કે સ્ક્રિપ્ટની ડિમાંડ… વર્ષો બાદ ખુલી ગઈ પોલ

બોલિવુડની સદાબહાર ફિલ્મ ‘શોલે’ ૪૮ વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. ‘શોલે’એ સિનેમા નિર્માણને નવી દિશા આપી છે. આ ફિલ્મના ગીત, ડાયલોગ્સ અને કહાની લોકોને હજુ પણ પસંદ આવી રહી છે અને આ ફિલ્મ જ્યારે પણ આવે ત્યારે જાેવાનું ચૂકતા નથી. આ એક એવી ફિલ્મ છે, જે તમામ ઉંમરના લોકોને પસંદ આવે છે. લોકોને ફિલ્મના એક એક સીનના દરેક ડાયલોગ યાદ છે. જાવેદ અખ્તર અને સલીમ ખાનની જાેડીએ આ ફિલ્મ લખી હતી. રમેશ સિપ્પીએ ફિલ્મ ‘શોલે’નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ ‘શોલે’ના કેટલાક સીન એવા છે, જે આજે પણ લોકોને યાદ છે. શું તમે આ ફિલ્મના સૌથી હિટ સીન વિશે જાણો છો?- ફિલ્મ ‘શોલે’ની ટાંકીનો સીન. આ સીન લખવામાં આવ્યો ત્યારથી લઈને શૂટ થવા સુધીની કહાની ખૂબ જ રસપ્રદ છે, જે જાણીને તમે દંગ રહી જશો. ફિલ્મ ‘શોલે’ની નકલી ટાંકી પર ધર્મેન્દ્ર જાતે ચઢ્યા હતા? કે સ્ક્રિપ્ટમાં લખવામાં આવ્યું હતું? વર્ષો પછી સાથી એક્ટરે આ બાબતે સિક્રેટ વાત જણાવી છે. જાવેદ અખ્તરે ટાંકીનો સીન કેવી રીતે લખ્યો હતો?… તે જાણો… જાવેદ અખ્તરે ઉતાવળમાં કારની બોનટ પર આ સીન વિશે લખ્યું હતું. આ અંગે જાવેદ અખ્તરે જ જાણકારી આપી છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે, ‘હું એરપોર્ટ જઈ રહ્યો હતો, દરરોજની જેમ મારી પાસે કાગળ અને પેન હતી. એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ સીન લખાયો ન હતો. હું કારમાંથી ઉતર્યો, કારના બોનટ પર કાગળ મૂક્યું અને જ્યારે આ સીન લખી રહ્યો હતો, ત્યારે પાછળથી બૂમ પાડવામાં આવી રહી હતી કે, ‘બોર્ડિંગ પાસ દેખાડો, નહીંતર ફ્લાઈટ મિસ થઈ જશે’. જેથી મે સીન લખીને મારા આસિસ્ટન્ટને આપી દીધો અને બીજી વાર વાંચ્યો પણ નહીં. આ સીન કારના બોનટ પર લખ્યો છે.’ ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર સાથી કલાકારે જ ખોલી દીધી પોલ… ફિલ્મ ‘શોલે’માં અહમદનું પાત્ર ભજવનાર સચિન પિલગાંવકરે ટાંકીના સીન બાબતે સિક્રેટ જણાવ્યું છે. સચિન પિલગાંવકર ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર પહોંચ્યા, ત્યારે તેમણે ફિલ્મ ‘શોલે’ દરમિયાન ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લવ સ્ટોરીના કિસ્સાની સાથે સાથે આ બાબતે પણ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર અસલી ટાંકી પર ચઢ્યા હતા કે નકલી ટાંકી પર ચઢ્યા હતા?.. ફિલ્મ ‘શોલે’ની ટાંકી સાચી નહોતી!…. સચિન પિલગાંવકર જણાવે છે કે, ‘ફિલ્મ ‘શોલે’ના શુટીંગ દરમિયાન ધર્મેન્દ્ર હેમા માલિનીને પટાવવાની કોશિશ કરી રહ્યા હતા. ધર્મેન્દ્ર હેમા માલિનીને ઈમ્પ્રેસ કરવા માટે એક પણ તક છોડતા નહોતા. ધર્મેન્દ્ર પાજી જે ટાકીં પર ચઢ્યા હતા, ટાંકી અસલી નહોતી, તે ઉંચાઈ પર બનાવવામાં આવી હતી.’ ફિલ્મમેકર્સ ચિંતામાં મુકાયા હતા… હેમા માલિનીને ઈમ્પ્રેસ કરવા માટે ધર્મેન્દ્ર ટાંકી પર ચઢી ગયા હતા અને ડ્રીમ ગર્લ નીચે ઊભી હતી. ધર્મેન્દ્ર તેમના બંને પગ બહારની બાજુએ લટકાવીને બેસી ગયા અને ફિલ્મમેકર્સ ગભરાઈ ગયા હતા.

રમેશજી પાછળથી બૂમો પાડી રહ્યા હતા કે, ‘ધરમ જી…. ધરમ જી…’ સામે ધર્મેન્દ્ર જવાબ આપી રહ્યા હતા કે, ‘અરે કંઈ ન થાય.’ સચિન પિલગાંવકર જણાવે છે કે, ‘તેમણે ડ્રિંક નહોતું કર્યું તે માત્ર હેમા માલિનીને પટાવવા માંગતા હતા. હેમા માલિનીને આ બાબતે કોઈ ફરક નહોતો પડી રહ્યો, તે માત્ર નીચે ઉભા રહીનો જાેઈ રહ્યા હતા.’ ફિલ્મ ‘શોલે’માં સચિન પિલગાંવકરની ભૂમિકા શું હતી તે જાણો… સચિન પિલગાંવકરે ફિલ્મ ‘શોલે’માં બે કામ કર્યા. જ્યારે આ ફિલ્મ બની ત્યારે સચિન પિલગાંવકર માત્ર ૧૭ વર્ષના હતા. આ ફિલ્મમાં તેમણે અહમદનું પાત્ર ભજવ્યું હતું અને સાથે સાથે સેકન્ડ યૂનિટમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા. આ બાબતે તેઓ રમેશ સિપ્પીનો આભાર પણ વ્યક્ત કરે છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ૧૫ કરોડથી વધુ ટિકીટો વેચાઈ હતી. મુંબઈના મિનરર્વ થિયેટરમાં ફિલ્મ ‘શોલે’ વર્ષ ૧૯૭૫થી વર્ષ ૧૯૮૦ સુધી સતત ૫ વર્ષ સુધી ચાલી હતી. ધર્મેન્દ્ર આ ફિલ્મમાં ઠાકુરની ભૂમિકા ભજવવા માંગતા હતા. રમેશ સિપ્પીએ ધર્મેન્દ્રને જણાવ્યું કે, જાે સંજીવ કુમાર વીરુનું પાત્ર ભજવશે તો ફિલ્મના અંતમાં હેમા માલિની તેની સાથે હશે. તે સમયે ધર્મેન્દ્ર હેમા માલિનીના પ્રેમમાં હતા. સંજીવ કુમારે પહેલા જ હેમા માલિનીને પ્રપોઝ કર્યું હતું અને તેમને હેમા માલિની સાથે સમય પસાર કરવાનો વધુ સમય મળ્યો હોત.

Follow Me:

Related Posts