fbpx
રાષ્ટ્રીય

શ્રદ્ધાના મિત્રએ આફતાબ વિશે કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો

શ્રદ્ધા વોકરે જ્યારે મુંબઈ છોડ્યું હશે ત્યારે તેને એ વાતનો બિલકુલ અંદાજાે નહીં હોય કે જે આફતાબ માટે તેણે મુંબઈ છોડ્યું તે તેને આટલી ર્નિદયતા અને ક્રૂરતાથી મારી નાખશે. શ્રદ્ધા હત્યા કેસમાં હવે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. શ્રદ્ધાના મિત્રએ તેના લિવ ઈન પાર્ટનર આફતાબ વિશે આ ખુલાસો કર્યો છે. આફતાબ સાથે રિલેશનમાં આવ્યા બાદ શ્રદ્ધાએ પરિવાર સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું. પરંતુ તે તેના બાળપણના મિત્રના સતત સંપર્કમાં હતી. શ્રદ્ધાએ આફતાબ વિશે અનેક વાતો તેના મિત્રને જણાવી હતી. જ્યારે અનેક દિવસો સુધી શ્રદ્ધા સાથે કોઈ સંપર્ક ન થઈ શક્યો ત્યારે મિત્રએ શ્રદ્ધાના પરિવારને જાણ કરી અને ત્યારબાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો. શ્રદ્ધાના મિત્રએ ખુલાસો કર્યો કે શ્રદ્ધા અને આફતાબ વચ્ચે પહેલા પણ ઝઘડા થતા હતા અને તેણે એકવાર શ્રદ્ધાને મારવાની કોશિશ પણ કરી હતી. મિત્રએ જણાવ્યું કે એકવાર શ્રદ્ધાએ મને મેસેજ કર્યો હતો કે મને બચાવી લો.

જાે હું અહીં રહી તો આફતાબ મને મારી નાખશે. ત્યારબાદ મે મિત્રો સાથે મળીને શ્રદ્ધાને બચાવી હતી અને આફતાબને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. જાે કે ત્યારબાદ શ્રદ્ધાએ જ પોલીસ ફરિયાદ કરતા રોક્યો હતો. ૨૭ વર્ષની શ્રદ્ધા મુંબઈના એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી અને આફતાબ સાથે તેની મુલાકાત ડેટિંગ એપ દ્વારા થઈ હતી. મુલાકાત ધીરે ધીરે પ્રેમમાં પરિણમી અને પછી બંને મુંબઈમાં જ એક ઘરમાં લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા. પરંતુ પરિવારને આ સંબંધ મંજૂર નહતો. ત્યારબાદ શ્રદ્ધાએ પરિવાર સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધુ હતું.

થોડા દિવસ બાદ શ્રદ્ધા અને આફતાબે મુંબઈ છોડવાનો ર્નિણય લીધો અને દિલ્હી જતા રહ્યા હતા. શ્રદ્ધા અને આફતાબ ૮મી મેના રોજ દિલ્હી પહોંચ્યા હતા અને શરૂઆતમાં બંને પહાડગંજની એક હોટલમાં રોકાયા હતા. ત્યારબાદ એક હોસ્ટેલ અને પછી ત્યાંથી ૧૫મી મેના રોજ મેહરોલીના એક ઘરમાં રહેવા લાગ્યા હતા. આ ઘરમાં શિફ્ટ થયાના ૩ દિવસ બાદ જ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી. આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ ક્રૂરતાપૂર્વક તેના મૃતદેહના ૩૫ ટુકડાં કરી નાખ્યા અને તેને ફ્રિજમાં મૂકી દીધા.

૧૮ દિવસ સુધી તે મૃતદેહના ટુકડાં પોતાના ઘરમાં રાખ્યા અને ધીરે ધીરે તેને ઠેકાણે લગાવતો રહ્યો. દિલ્હીના મેહરોલીમાં લગભગ ૬ મહિના પહેલા થયેલા શ્રદ્ધા મર્ડર કેસનું કોકડું પોલીસે ઉકેલી લીધુ. શ્રદ્ધાના મૃતદેહના ૩૫ અલગ અલગ ટુકડાંની શોધ પોલીસ હજુ પણ કરી રહી છે. આરોપી આફતાબ પોતાનો ગુનો કબૂલી ચૂક્યો ચે. પરંતુ હત્યાના ૬ મહિના બાદ દિલ્હી પોલીસ માટે મૃતદેહના ૩૫ ટુકડાંની શોધ મોટો પડકાર છે. દિલ્હી પોલીસ આરોપી આફતાબની પૂછપરછ પણ કરી રહી છે. આ બધા વચ્ચે શ્રદ્ધાના પરિજનો પણ દિલ્હી પહોંચ્યા છે.

Follow Me:

Related Posts