શ્રદ્ધાની મેકઅપ આર્ટિસ્ટ હિયાવી સેગલે એક્સ બોયફ્રેન્ડ પર લગાવ્યા ગંભીર આરોપ
ગ્લેમરની દુનિયામાં કેટલાક એવા રહસ્યો હોય છે જે બહારથી દેખાતા સારા માહોલના કારણે ઘણીવાર દબાઇ જાય છે. પરંતુ જયારે તે રહસ્યો બહાર આવે છે ત્યારે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં જ શ્રદ્ધા કપૂરની મેકઅપ આર્ટિસ્ટ હિયાવી સેગલએ પોતાના એક્સ બોયફ્રેંડ અને દીપીકા પાદુકોણના મેકઅપ આર્ટિસ્ટ રહી ચૂકેલા ફ્લોરિયન હ્યુરેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
હિયાવીએ સોશ્યલ મીડિયા પર કેટલીક પોસ્ટ દ્વારા જણાવ્યુ. ફ્લોરિયને તેનું જીવન બરબાદ કરી નાંખ્યુ છે. તેના લીધે તે ખુદને ગુમાવી રહી છે. હિયાવીએ કહ્યુ, ફ્લોરિયને મને એ હદ સુધી પહોંચાડી કે હું ખુદને ઓળખી શકતી નથી. પહેલા તેણે મારા જીવન પર કંટ્રોલ કરવાની કોશિશ કરી અને મેં તેનો વિરોધ કર્યો તો માર મારવાનું શરૂ કર્યુ. ત્યારબાદ આ મામલો થપ્પડોથી આગળ વધી હાડકા તોડવા સુધી પહોંચ્યો. મારપીટના નિશાન મળ્યા. ઘણીવાર તો મને લાગતું હતું કે કયાંક હું તો ખોટી નથી. મેં દારૂ પીવાનુ પણ શરૂ કરી દીધુ તેના લીધે આ બધુ વધી ગયું.
હિયાવીએ કહ્યું, ફ્લોરિયને તેના તમામ પૈસા પણ લઇ લીધા હતા અને તેનું કૂતરું પણ સાથે લઇ ગયો. તેનું કહેવું છે કે તે પોતાને લકી માને છે કે તે આ સમયમાંથી બહાર આવી ગઇ છે. તેની સાથે જ હિયાવી તમામને અન્યાય સામે ખુલીને બોલવાની અપીલ કરી રહી છે અને કહી રહી છે કે મુશ્કેલી પડે તો સીધો પોલીસનો સંપર્ક કરો. હિયાવીએ પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું ક તેણે લગભગ મને મારી જ નાંખી હતી, હું લગભગ મરી જ ગઇ હતી, પરંતુ હું બચી ગઇ.
બીજીબાજુ ફ્લોરિયને હિયાવી દ્વારા લગાવામાં આવેલા તમામ આરોપોને નકારતા સોશિયલ મીડિયા પર નિવેદન રજૂ કર્યું છે. ફ્લોરિયને કહ્યું, સચ્ચાઇ સામાન્ય રીતે ડિફેમેશનની વિરૂદ્ધ સૌથી સારો પુરાવો હોય છે. મને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર મારા વિરૂદ્ધ કેટલાંય પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. મારી સરળતાથી ઇર્ષા કરીને લોકો મારી પ્રતિષ્ઠા ખરાબ કરવા માંગે છે. હું એ પણ જાણું છું કે કેટલાંક લોકો છે જે મારી મહેનતનું ફળ મેળવવા માંગે છે, પરંતુ હું હંમેશા કહું છું કે સપનાં જાદુથી પૂરા થતા નથી. તેને સાચા પુરવાર કરવા માટે તનતોડ મહેનત, મજબૂત ઇચ્છા શક્તિની જરૂર પડે છે.
Recent Comments