લિવ-ઇન ગર્લફ્રેન્ડની હત્યા કરી તેના શરીરના ૩૫ ટુકડા કરી નાખવાના આરોપ હેઠળ આફતાબ અમીન પૂનાવાલા જેલના સળિયા પાછળ છે. તેના પર ૨૪ કલાક વોચ રાખવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજમાં ૨૮ વર્ષીય જેલના સેલમાં સૂતો દેખાય છે. તેને દક્ષિણ દિલ્હીના મહેરૌલીના પોલીસ સ્ટેશનમાં અન્ય કેદી સાથે રાખવામાં આવ્યો છે. બે પોલીસકર્મીઓ તેના પર નજર રાખીને બહાર જ બેસે છે. અધિકારીઓ પણ સેલની બહાર ફરતા જાેવા મળે છે, કોર્ટના આગામી આદેશ સુધી તેને અહીં પાંચ દિવસ સુધી રાખવામાં આવશે. આફતાબ પૂનાવાલા પર તાજેતરના સમયમાં સામે આવેલા સૌથી ક્રૂર ગુનાઓમાંના એકને અંજામ આપવાનો અને મહિનાઓ સુધી તેને છુપાવી રાખવાનો આરોપ છે. કથિત રીતે તેણે ૧૮ મેના રોજ ઝઘડો કર્યા બાદ તેની પાર્ટનર શ્રદ્ધા વાકરનું ગળું દબાવી હત્યા કરી હતી. ગુગલ કર્યા પછી તેણે તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને શરીરના ભાગોને સ્ટોર કરવા માટે ૩૦૦-લિટરનું ફ્રિજ ખરીદ્યું હતું.
૧૮ દિવસ સુધી તે સવારે ૨ વાગ્યાની આસપાસ બહાર જતો અને અલગ-અલગ સ્થળોએ એક પછી એક ભાગોનો નિકાલ કરતો હતો. પૂનાવાલા અને ૨૯ વર્ષીય શ્રદ્ધા છતરપુર પહાડી વિસ્તારની ગલી નંબર ૧માં એક બિલ્ડિંગના પહેલા માળે રહેતા હતા. આ કપલ ૧૫ મેના રોજ મહેરૌલી ખાતેના ઘરમાં રહેવા ગયું હતું. તે મહિનાની ૧૮મી તારીખે તેમની વચ્ચે ઝઘડો થયો અને પૂનાવાલાએ તેના હાથથી તેનું મોં બંધ કરવાનો પ્રયાસ કર્યો. બાદમાં તેણે કથિત રીતે તેનું ગળું દબાવ્યું હતું તેમ તેને પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું. બીજા દિવસે તેણે અમેરિકન ક્રાઈમ ડ્રામા ‘ડેક્સ્ટર’ પરથી પ્રેરણા લઈને એક કરવત અને ૩૦૦ લિટરનું રેફ્રિજરેટર ખરીદ્યું. ૨૦ મેના રોજ તેણે તેના શરીરના ૩૫ ટુકડા કરી ફ્રિજમાં નાખી દીધા. પૂનાવાલાએ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો અને થોડા વર્ષો પહેલા શેફ તરીકે કામ કર્યું હતું.
તેણે માંસ કેવી રીતે કાપવું તેની બે અઠવાડિયાની તાલીમ લીધી હતી, જેનો ઉપયોગ તેણે શ્રદ્ધાના શરીરને કાપવા માટે કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, તેણે તેના શરીરને બે દિવસ સુધી કાપવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, પૂનાવાલા રેફ્રિજરેટરના ડીપ ફ્રીઝરમાં ટુકડાઓ પેક કરીને રાખતો અને બાકીનાને નીચેની ટ્રેમાં મૂકતો. થોડા સમય પછી તે ટ્રેમાં રાખેલા ટુકડાઓને ડીપ ફ્રીઝ કરવા માટે બહાર કાઢતો. તે ગંધને દબાવવા માટે અગરબત્તીઓ અને રૂમ ફ્રેશનરનો પણ ઉપયોગ કરતો હતો. અધિકારીએ કહ્યું કે તે કાપેલા ટુકડાઓ બહાર કાઢતો, પોલીથીનની બેગમાં પેક કરતો અને બેકપેકમાં જંગલમાં લઈ જતો હતો. તે સવારે ૨ વાગ્યે જંગલમાં જતો અને થોડા કલાકો પછી પાછો ફરતો. તેણે લગભગ ૨૦ દિવસ સુધી આવું કર્યું હતું.
અહીં ઉલ્લેખનિય છે કે, પૂનાવાલા અને શ્રધ્ધા એક ઓનલાઈન ડેટિંગ એપ પર એકબીજાને મળ્યા હતા. બાદમાં તેઓ મુંબઈમાં એક જ કોલ સેન્ટર માટે કામ કરતા હતા અને ત્યારે જ પ્રેમમાં પડ્યા. પરંતુ તેમના પરિવારોએ સંબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. કારણ કે તેઓ અલગ-અલગ ધર્મના હતા, જેના કારણે તેઓ દિલ્હીમાંથી બહાર જવા માટે મજબુર થયા હતા. તેઓ હિમાચલ પ્રદેશ ગયા અને બાદમાં દિલ્હી પહોંચ્યા હતા. તેઓ અહીં પહાડગંજની એક હોટલમાં એક દિવસ રોકાયા હતા અને બાદમાં દક્ષિણ દિલ્હીમાં સૈદુલજાબની હોસ્ટેલમાં રહેવા ગયા હતા.
Recent Comments