શ્રદ્ધા કપૂરના કામ પર પિતા શક્તિ કપૂરને ગર્વ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઈ રહ્યો છે. સ્ટાર પુત્રો અને સ્ટાર પુત્રીઓને બોલિવૂડમાં પગપેસારો કરવામાં આસાની રહે છે તેવા અનેક આરોપ અત્યારસુધી લાગી ચૂક્યા છે અને સ્ટારકિડ્સને પ્રમોટ કરતા કરણ જાેહરને નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી કંગના રણોત બોલિવૂડ માફિયા પણ ગણાવી ચૂકી છે. આ મામલે હવે, પીઢ અભિનેતા શક્તિ કપૂરનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. શક્તિએ તેમની પુત્રી શ્રદ્ધા કપૂર અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેની મહેનતના વખાણ કર્યા છે. ફેમસ વિલન અને ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરે કહ્યું હતું કે, એ વાત સત્ય છે કે, જ્યાં સુધી તમે કઠોર પરિશ્રમ નથી કરતા ત્યાં સુધી તમે સફળ થઈને બીજા માટે ઈન્સ્પિરેશન નથી બની શકતા. શ્રદ્ધા અને અનન્યાએ ખૂબ જ મહેનત કરી છે અને ત્યારે જ તેઓ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર ફેસ બની શક્યા છે. એવું નથી કે, તેઓ ચંકી પાંડેની પુત્રી છે કે શક્તિ કપૂરની પુત્રી છે એ કારણે જ આગળ વધી શક્યા છે.
જાે મહેનત વગર જ પિતા કે માતાના નામથી આગળ વધી શકાતું હોત તો, આજે બધા જ સુપર સ્ટાર્સ કોઈના ને કોઈના સંબંધી જ હોત પરંતુ મહેનત વગર કોઈપણ વ્યક્તિ પોતાના ફિલ્ડમાં આગળ વધી શકતું નથી તે માનવું જરૂરી છે. આ સાથે જ આ પીઢ અભિનેતાએ ઉમેર્યું હતું કે, છમ્ઝ્રડ્ઢ ૨ના સમયે ડિરેક્ટર અને ડાન્સ મેસ્ટ્રો રેમો મારી બાજુમાં બેઠો હતો અને તેને ખબર હતી કે, આ ફિલ્મમાં શ્રદ્ધા જેવું પાત્ર નિભાવવું આસાન નથી અને તે આ કારણે જ સતત મારી પુત્રીના વખાણ કરતો હતો. મને યાદ છે કે, આ ફિલ્મના શૂટિંગ સમયે શ્રદ્ધા અનેકવાર ઈજાગ્રસ્ત થઈ હતી અને તે પીઠના દુખાવાથી પીડાતી હતી. તેની આજ મહેનતે મારુ દિલ જીતી લીધું હતું અને તેના આ પોઝિટિવ અભિગમને કારણે જ તેણે દેશભરમાં કરોડો ફેન્સ બનાવ્યા છે.
Recent Comments