બોલિવૂડ

શ્રદ્ધા કપૂરની ‘Stree 2’ ના ઘૂંઘટ પાછળ ગુજ્જુ અભિનેત્રી

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ૨ થિયેટરમાં પહોંચી ગઈ છે. આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દર્શકોએ આ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ફિલ્મ ચર્ચાના ચગડોળે છે. ફિલ્મમાં કેમિયો રોલ કરીને અક્ષયકુમાર છવાઈ ગયો છે તો હજુ સુધી તમને કદાચ એ ખબર નહીં હોય કે શ્રદ્ધા કપૂરની આ ફિલ્મમાં ઘૂંઘટ પાછળ યુવતી કોણ છે. પહેલા જે સ્ત્રી આવી હતી તેના કરતા આ વખતે કલાકાર અલગ છે.

તો ચાલો જાણો તેના વિશે. ‘સ્ત્રી ૨’ના અંતમાં શ્રદ્ધા કપૂર વિક્કી એટલે કે રાજકુમાર રાવને તેનું નામ જણાવતા દર્શાવવામાં આવી રહી છે પરંતુ તેનો ખુલાસો મેકર્સે ઓડિયન્સ સામે કર્યો નથી. જાે કે એ વાતનો ખુલાસો જરૂર થઈ ગયો છે કે ‘સ્ત્રી ૨’માં ઘૂંઘટ પાછળ છૂપાયેલી સ્ત્રી કોણ છે. એ વાત કદાચ તમે જાણતા હશો કે અગાઉની ‘સ્ત્રી’ ફિલ્મમાં ગંદી બાત અભિનેત્રી ફ્લોરા સૈનીએ ઘૂંઘટવાળી સ્ત્રીની ભૂમિકા ભજવી હતી.

જ્યારે આ વખતે ‘સ્ત્રી-૨’માં ઘૂંઘટ પાછળનો ચહેરો બદલાઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો સ્ત્રી ૨ના ક્લોઝીંગ ક્રેડિટમાં એ વાતનો ખુલાસો કરાયો છેકે ફિલ્મમાં અભિનેત્રી ભૂમિ રાજગોરે નવી સ્ત્રીનું પાત્ર ભજવ્યું છે. તમને ખબર છે કે ભૂમિ રાજગોર એક ગુજરાતી અભિનેત્રી છે. ભૂમિ અનેક બોલીવુડ ફિલ્મોમાં પણ જાેવા મળી છે. ગત વર્ષે તે કાર્તિક આર્યનની સત્યપ્રેમ કી કથામાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કિયારા અડવાણીની બહેનનો રોલ ભજવ્યો હતો. સત્યપ્રેમ કી કથા સમયે ભૂમિએ હિંટ આપી હતી કે તે જલદી બોલીવુડની એક મોટી ફિલ્મમાં લીડ રોલમાં જાેવા મળશે. હવે લાગે છે કે ભૂમિ તે સમયે સ્ત્રી ૨ ફિલ્મ વિશે જ વાત કરી રહી હશે. અત્રે જણાવવાનું કે ભૂમિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ત્રી ફિલ્મ સંબંધિત અનેક પોસ્ટ પણ કરી છે.

Follow Me:

Related Posts