ગાઝિયાબાદના નંદ ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર નરાધમ શિક્ષકે બળાત્કાર કર્યો હતો. આ નરાધમ શિક્ષકે વિદ્યાર્થિનીને એવી પણ ધમકી આપી હતી કે, જાે તે કોઈને કંઈ કહેશે તો તેના પરિવારજનોને મારી નાંખશે. આ સિલસિલો છેલ્લા ૨ વર્ષથી ચાલી રહ્યો હતો. ડરના કારણે વિદ્યાર્થિની આ ઘટનાનો શિકાર બનતી રહી. હવે તેણે હિંમત ભેગી કરી કેસ દાખલ કર્યો છે. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ગાઝિયાબાદની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના શિક્ષકે બે વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. શિક્ષક વિદ્યાર્થિનીને ધમકી આપતો હતો કે જાે તે આ વિશે કોઈને કહેશે તો તે છોકરીના પરિવારને મારી નાખશે. શિક્ષકની ધમકીથી ડરીને નવમા ધોરણની વિદ્યાર્થિની બે વર્ષ સુધી આ ઘટનાનો શિકાર બનતી રહી. હવે વિદ્યાર્થિની ૧૧મા ધોરણમાં આવી છે.
પોલીસનું કહેવું છે કે શિક્ષક વિદ્યાર્થિનીને ડરાવી-ધમકાવતો હતો. તેના ભાઈ અને સમગ્ર પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. આરોપી શિક્ષક વિદ્યાર્થિનીને અલગ-અલગ હોટેલમાં અને તેની કારમાં લઈ જઈને ઘૃણાસ્પદ કામ કરતો હતો. આરોપ છે કે શિક્ષકે વિદ્યાર્થિનીના વાંધાજનક ફોટા અને વીડિયો બનાવ્યા હતા. આનાથી વિદ્યાર્થિની ખૂબ જ ડરી ગઇ હતી, પરંતુ જ્યારે શ્રદ્ધા હત્યા કેસ પ્રકાશમાં આવ્યો અને આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો ત્યારે આ સમાચાર જાેઈને વિદ્યાર્થિનીએ હિંમત એકઠી કરી હતી. વિદ્યાર્થિનીએ તેના પરિવારજનોને શિક્ષક દ્વારા કરવામાં આવી રહેલા બળાત્કાર વિશે જણાવ્યું હતું.
આ પછી પરિવારના સભ્યોના હોશ ઉડી ગયા. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે કેસ નોંધીને આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. એસપી સિટી નિપુણ અગ્રવાલે જણાવ્યું કે ધરપકડ કરાયેલ આરોપી શિક્ષક સૌરવ ગુપ્તા ગ્રેટર નોઈડાનો રહેવાસી છે. તે શાળામાં કોમ્પ્યુટર શિક્ષક હતો. તે પીડિત વિદ્યાર્થિની સાથે સતત બે વર્ષથી ધૃણાસ્પદ કામ કરતો હતો. તે વિદ્યાર્થિને ધમકી પણ આપતો હતો. પોલીસે આરોપી શિક્ષક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments