અમુક અભિનેતા-અભિનેત્રીઓ ટીવી પરદેથી ફિલ્મી પરદે જઇ જમાવટ કરી દેતાં હોય છે. તો અમુક ફિલ્મોમાંથી ટીવી પરદે આવ્યા પછી ખુબ સફળતા મેળવતા હોય છે. કુંડલી ભાગ્ય સિરીયલ ફેઇમ શ્રધ્ધા આર્યા આવી જ અભિનેત્રી છે. આ શોને કારણે ઘર ઘરમાં જાણીતી બનેલી શ્રધ્ધા હજુ સિંગલ છે. તેને કોઇ આ વિશે પુછે તો તે કંટાળી જાય છે.
કારણ કે સતત લોકો આવા સવાલ પુછતા હોય છે. તેણે એન્ગેજ રીંગ સાથેનો એક ફોટો સોશિયલ મિડીયા પર મુકતા જ સગાઇની વાતો વહેતી થઇ હતી. પણ આ ફોટો એક બ્રાન્ડની જાહેરખબરનો હતો. શ્રધ્ધાએ કહ્યું હતું કે હવે તે જીવનસાથી શોધી રહી છે. પરંતુ મનનો માણીગર હજુ મળ્યો નથી. ટીવી પડદે આવી એ પહેલા તે સાઉથની ફિલ્મો કરી રહી હતી. પરંતુ અહિ આવ્યા પછી તેણે મોટી સફળતા મેળવી છે. તેણે એક રિયાલીટી શોમાં સગાઇ પણ કરી હતી. પરંતુ પાછળથી એવું કહેવાયુ હતું કે એ સગાઇ શોનો એક માત્ર ભાગ હતો. તેને ટીવી પરદે કામ કરવું ખુબ ગમે છે.
Recent Comments