શ્રમ સેવા સમર્પણ નો પર્યાય કૈલાસ મુક્તિધામમાં નિવૃતી પછી ૨૭ વર્ષથી અવિરત નિસ્વાર્થ સેવા ૪૫૦૦ સ્વર્ગસ્થો ની અંતિમ યાત્રાના સારથી બચુબાપા વીરપરા ને અંતિમ વિદાય આપવા ૫૦૦૦ ની જન મેદની મુક સેવક ને અક્ષુભીની અંજલિ
અમરેલી શ્રમ સેવા સમર્પણ નો પર્યાય ખરા અર્થમાં જીવી ગયા કૈલાસ મુક્તિધામમાં નિવૃતી પછી ૨૭ વર્ષથી અવિરત સેવા થી ૪૫૦૦ સ્વર્ગસ્થો ના અંતિમ યાત્રાના સારથી પાયાના પથ્થર વંદનીય સ્વ.બચુબાપા વિરપરાને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવા અમરેલી શહેર માં માનવ મેરામણ સ્વર્ગસ્થો ને અવવલ મંઝિલ પહોચાડવા ની ૨૭ વર્ષ સુધી અવિરત સેવા આપનાર પાયાના પથ્થર મુક સેવક સ્વ બચુબાપા વિરપરા ને અક્ષુભીની અંજલિ આપતા અમરેલી શહેરીજનો રોડ રસ્તા ની બંને બાજુ કતારબંધ પુષ્પહાર સાથે કલાકો સુધી ઉભા રહી સદગત ને પુષ્પાજંલી પાઠવી ૫૦૦૦ હજાર થી વધુ શહેરીજનો સદગત ની અંતિમ ના દર્શન કર્યા બચુબાપા દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે સદાકાળ જીવંત રહશે સદગત ના સદકર્મો ની સુવાસ સમસ્ત માનવ સમાજ ને શ્રમ સેવા ને સમર્પણ નો સદેશ આપતી રહેશે સ્વ બચુબાપા ની સેવા સુગંધી પુષ્પો માફક સુવાસ ફેલાઇ સ્વ બચુબાપા મેં સાત દીકરી ઓ છે પુત્ર નથી તેમનું ૯૨ વર્ષ જીવન કવન સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે સતત શ્રમ સેવા કરનાર મુકસેવક કોઈક દિવસ આઠ દસ સ્વર્ગસ્થ ને અંતિમ યાત્રા એ પહોંચાડી દરેક વખતે સ્નાન અને રથ ધોઈ સ્વચ્છતા અને માનવતા ના દર્શન કરાવ્યા છે નિયમ ધર્મ ના ચુસ્ત કોઈ વેતન વગર સંપૂર્ણ નિઃશુલ્ક સેવા ૨૭ વર્ષ સુધી અવિરત આપનાર સ્વ નું બેસણું ૧૪/૨/૨૨ ને સોમવારે કૈલાસ મુક્તિ ધામ રોજ અમરેલી ખાતે રાખેલ છે કોઈ પણ પદ પ્રતિષ્ઠા માન સન્માન ની અપેક્ષા વગર સતત સેવારત સ્વ બચુબાપા ની વિદાય સમસ્ત અમરેલી શહેરજનો ના માનસપટ ઉપર અમીટ છાપ છોડી ગઈ કોઈપણ ભૌતિક સુખ સગવડ ના સાધનો વગર સુંદર વિચારો ધરાવતી વ્યક્તિ આટલી સરસ રીતે જીવી શકે છે
Recent Comments