fbpx
ગુજરાત

શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

૦૪/૦૮/૨૦૨૪ સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને તેનું મહત્વ વધુ થઈ ગયું હતું કેમ કે સોમવાર નો દિવસ હતો, ત્યારે સોમવાર અને શ્રાવણ મહિનાની શરૂઆત બંને સાથે હોવાથી શિવાલયોમાં ખુબજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રાજ્યના દરેક શિવાલયોમાં ભક્તો વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા અને જલાભિષેક માટે ઉમટી પડ્યાં હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રટાગણમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જાેવા મળ્યું હતું. સવારના ૪ઃ૦૦ વાગ્યાથી મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.

વહેલી સવારથી જ ભક્તોએ શિવ નામનું રટણ કરતા સોમનાથ મહાદેવના દર્શન પ્રાપ્ત કરવા કતારો લગાવી હતી. હજારો દર્શનાર્થીઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હર હર મહાદેવ જય સોમનાથ નાદ સાથે પ્રભાત ક્ષેત્ર ગુંજી ઉઠ્‌યું હતું. ભક્તો ભક્તિભાવ સાથે આજથી શ્રાવણ માસની ઉજવણી કરશે. હિન્દુ સમુદાયમાં શ્રાવણ માસને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે.

૭૨ વર્ષ બાદ સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થયો હોય ત્યારે જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલ સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારે ચાર વાગ્યાથી જ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા અને આરતી સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા લોકગાયક અર્જુન આહિરે જણાવ્યું કે ભગવાન શિવની આરાધના નો માસ એટલે પવિત્ર શ્રાવણ માસ આજે શ્રાવણ માસના પ્રારંભે પરિવાર સાથે ભવનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી અને લોકગાયક શ્રેણીમાં જ તેઓએ ભગવાન શિવની આરાધના કરી અને લોકોને પણ ભવનાથ મંદિરે દર્શનનો લાભ લેવા અપીલ કરી.

શ્રાવણ માસની શરૂઆત ૧૨ જ્યોર્તિલિંગ પૈકીનું એક જ્યોર્તિલિંગ નાગેશ્વર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.વહેલી સવારથી શિવલિંગ પર વહેલી સવારથી જ ભક્તો દુધાભિષેક અને જળાભિષેક કરી રહ્યા છે. ભક્તોનું કહેવું છે કે,પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ હાજરા હજુર હોવાથી મનોકામના પૂર્ણ થતી હોય છે. ભગવાન શિવને બીલીપત્ર અને જળાભિષેક કરતા ભક્તો જાેવા મળ્યા હતા. આજે પંચનાથ મહાદેવ ખાતે ઘીનો અભિષેક કરવામાં આવતો હોવાથી આરતી સમયે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બે જ્યોતિર્લિંગ સોમનાથ અને નાગેશ્વરની જેમ પંચનાથ અને રામનાથ મહાદેવ મંદિર ખાતે પણ લોકોની અતૂટ શ્રદ્ધા હોવાથી ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે.

Follow Me:

Related Posts