શ્રાવણ માસ આવતા ઝાલાવાડમાં જુગારીઓનો રાફડો ફાટી નીકળે છે
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/08/download-3.jpg)
જાેરાવરનગર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. જેમાં રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના બ્લોક નં.૧૦માં દરોડો કરવામાં આવતા જુગારીઓમાં નાશભાગ મચી હતી. પરંતુ તૈયારી સાથે આવેલી પોલીસે મનીષ ઉર્ફે લાલાભાઇ ખીમજીભાઇ ભલગામા, મિત્રસેન ભુપેન્દ્રભાઇ યાદવ, પરેશભાઇ બળદેવભાઇ લખતરીયા, વસીમભાઇ સલીમભાઇ મુલતાની, રજનીભાઇ ગોવિંદભાઇ રાઠોડ, ભરતભાઇ વેલજીભાઇ સતાપરાને રોકડા રૂ.૧૪,૬૦૦ મોબાઇલ ૬ કિં.૩૦ હજાર સહિત કુલ રૂ.૪૪,૬૦૦નો મુદામાલ જપ્ત કરી જુગારધારા અંગે ગુનો નોંધયો હતો .આ કાર્યવાહીમાં પીએસઆઇ એન.એચ.કુરેશી, એએસઆઇ હેમદીપ મારવણીયા સહિત જાેરાવરનગર પોલીસ ટીમ જાેડાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની જુગારની બદીને નેસ્તોનાબુદ કરવાની સુચનાને લઇ જિલ્લામાં પોલીસ ટીમે દરોડા કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર, ચોટીલા, લખતર, પાટડી, લીંબડીમાં અલગ અલગ દરોડાઓમાં કુલ ૪૩ જુગારીઓ ઝબ્બે થયા અને ૨ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. આ દરોડાઓમાં પોલીસે કુલ રૂ.૫,૩૫,૦૭૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. ચોટીલા ગ્રામ્ય વિસ્તારમાં પાચવડા અને ઢોકળવા ગામે પોલીસે દરોડા પાડ્યા હતા.જેમાં પીએસઆઇ વાય.એસ.ચુડાસમા, કે.ડી.જાડેજા સ્ટાફે ઢોકળવા ગામની સાડવા સીમમાં આરોપી પ્રવિણભાઇ રઘુભાઇ ગાબુની વાડી પાસે જાહેરમાં રમાતા જુગાર પર રેઇડ કરી હતી. જ્યાં પ્રવિણભાઇ રઘુભાઇ બાબુ, ગાંડુભાઇ ભાણાભાઇ ચાવડા, દિપકભાઇ જાદવભાઇ રાઠોડ, રાજેશભાઇ કેશુભાઇ રામાવત સહિતના રૂ.૪૨,૫૦૦ના મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અન્ય એક દરોડામ પીઆઇ એન.એસ.ચૌહાણ તથા સ્ટાફના માણસોએ પાચવડા ગામની સીમમાં પ્રતાપભાઇ જીલુભાઇ માંજરીયા પોતાની વાડીએ લીમડાના ઝાડ નીચે જુગાર રમાડે છે તેવી બાતમી મળતા રૂ.૧,૨૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે પ્રતાપભાઇ જીલુભાઈ માંજરીયા, પ્રતાપભાઇ નાગભાઇ ધાધલ , હિતેશભાઇ ભાણકુભાઇ બસીયા, હરેશભાઇ વિનુભાઇ ધાધલ, ભરતભાઇ ભુપતભાઇ કડસા, વિનુભાઇ ઓઘડભાઈ પરમાર હિનાબેન ભરતભાઇ કડસાને રૂ.૪૧,૫૦૦, મોબાઇલ નંગ ૫- ૨૦,૫૦૦ બાઈક નંગ ૩ રૂ ૬૫,૦૦૦ કુલ. રૂ ૧,૨૭,૦૦૦ સાથે ઝડપી લીધા હતા.
બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના ખેરવા ગામે ચારણ શેરીમાં અચાનક દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ખેરવાના યુસુફ કરીમભાઇ સંભીયાણા, ખેરવાના રાકેશ રણછોડભાઇ પટેલ, ખેરવાના દિલીપ નારાયણભાઇ પટેલ, ખેરવાના હસમુખ નારાણભાઇ પટેલ અને ખેરવાના જ ઇમ્તીયાઝ અશરફખાન મલેક રોકડા રૂ. ૭૦,૪૫૦, મોબાઇલ ૩, કિંમત રૂ. ૪૫,૫૦૦ અને મોટરસાયકલ કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૪૦,૯૫૦ના મુદામાલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા, પરીક્ષિતસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા અને સુરેશભાઇ મુંધવા જાેડાયા હતા.
જ્યારે અન્ય એક કાર્યવાહીમાં માલવણ ગામે જીવારી પરામાં જુગાર અંગેનો દરોડો પાડી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પિન્ટુ નટુભાઇ ઓગણીયા, સાહિદ હુસેનભાઇ સિપાઇ, પરેશ રસિકભાઇ ઓગણીયા, કિરણ રમેશભાઇ ચૌહાણ અને જીગર નટવરભાઇ ઓગણીયાને ગંજીપાના અને રોકડ મળી કુલ રૂ. ૧૦,૪૧૦ના મુદામાલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલી મથકના આર.જે.મીઠાપરા ચલાવી રહ્યાં છે. લખતર તાલુકાનાં ઇંગરોડી ગામે જાહેરમાં જુગાર રમતા અશરફખાન હાજીખાન મલેક, સાહિરખાન નસીબખાન મલેક, અલેફખાન મહમદખાન મલેક, અયુબખાન અનવરખાન મલેક, બળદેવભાઈ રામજીભાઈ પટેલ અને હુસેનખાન સંભાજી મલેકને રોકડા રૂ.૯૯,૦૦૦ તથા બે નંગ મોબાઈલ કિંમત રૂ.૫૫૦૦ અને હાથ બત્તી એક નંગ કિંમત.રૂ.૧૦૦ મળી કુલ ૧,૦૪,૬૦૦ ના મુદ્દામાલ સાથે એલસીબી ટીમે ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશનને હવાલે કર્યા હતા. જ્યારે લખતર પીએસઆઇ એમ.કે. ઈશરાનીના માર્ગદર્શન હેઠળ સાહિરખાન તથા તેમની ટીમે વણા ગામે નદી કિનારે સાતનાળા નજીક ખરાબામાં રેડ કરતા જુગાર રમતા છગનભાઈ રમેશભાઇ લખતરિયા, નિલેશભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, પ્રદ્યુમનભાઈ દયાલભાઈ દુધરેજીયાને રોકડ રૂ.૨૩૧૦, એક બાઈક કિંમત રૂ.૪૦,૦૦૦ મળી કુલ રૂ.૪૨,૩૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. અને રાજુભાઈ ગોવિંદભાઈ, જગાભાઈ નાનજીભાઈ, રણજીતભાઇ જીલાભાઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. લીંબડી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોવા દરમિયાન મળેલી બાતમીના આધારે ઉટડી ગામે આવેલી રાવળશેરીના નદી કાંઠે દરોડો કર્યો હતો.જ્યાં જાહેરમાં જુગાર રમતા રશીકભાઇ કાળુભાઇ ધરજીયા, ભરતભાઇ રામજીભાઇ ધરજીયા, દશરથભાઇ શેલાભાઇ સિંધવ, ધનશ્યામભાઇ ભીખાભાઇ વહાણી, ભગવાનભાઇ ગોવિંદભાઇ ટાંક, સંજયભાઇ રૂપાભાઇ જાંબુકીયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા ૧૧,૩૦૦ મોબાઇલ ૪ રૂ.૯૦૦૦ મળી કુલ રૂ.૨૦,૩૦૦નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારા અંગે ગુનો નોંધ્યો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઇ વી.એન.ચૌધરી, એએસઆઇ પી.એમ.ધાંધલઘ સહિત લીંબડી પોલીસ ટીમ જાેડાઇ હતી.
Recent Comments