fbpx
રાષ્ટ્રીય

શ્રીકાંત ત્યાગીને પોલીસે દબોચી લીધો

નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ગાળાગાળી કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યાગીને પોલીસે મેરઠથી પકડ્યો. શ્રીકાંત ત્યાગી નોઈડાની એક સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂંકના મામલે ફરાર હતો. પોલીસે મંગળવારે તેની પત્નીને ફરીથી અટકમાં લીધી હતી. આ અગાઉ પોલીસે શુક્રવારે પણ શ્રીકાંત ત્યાગીની પત્નીની ૨૪ કલાક કરતા વધુ પૂછપરછ કરી હતી.

આ અગાઉ નોઈડા પોલીસે ગેંગસ્ટર એક્ટ પ્રમાણે કાર્યવાહી કરી તેના પર ૨૫ હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. આરોપીની શોધમાં નોઈડા પોલીસની ૮ ટીમ ૩ રાજ્યમાં તેને શોધી રહી હતી. સોમવારે તેના ઘર પર ગેરકાયદેસર નિર્માણ પણ તોડી પાડવામાં આવ્યું હતું. આરોપી પર દબાણ બનાવવા માટે ભંગેલમાં તેની દુકાનો પર જીએસટી ટીમે દરોડાની કાર્યવાહી પણ કરી હતી.

Follow Me:

Related Posts