રાજકોટ-ભાવનગર રોડ પર સરધાર ગામની ૨૦૦ વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મુલાકાત લીધી હતી. અહીં નિત્યસ્વરૂપદાસજી સ્વામીના નેજા હેઠળ સ્વામિનારાયણના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે, જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શરૂ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના હતા અને તેમના હસ્તે સરધાર ખાતે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવનારી બોય્ઝ હોસ્ટેલનું ભૂમિપૂજન થવાનું હતું, પરંતુ હાલ તેમનો કાર્યક્રમ રદ થયો છેરાજકોટમાં સરધાર સ્વામિનારાયણ મંદિરે આજથી આઠ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આજે પ્રથમ દિવસે જ સવારે ઝ્રસ્ ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સરધાર સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના હતા, જેમનો કાર્યક્રમ હાલ રદ થયો છે. ઝ્રસ્ ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવચનનો પ્રારંભ કુન્નુરમાં સીડીએસ જનરલ બિપિન રાવત સહિત ૧૩ શહીદને શ્રદ્ધાંજલિ સાથે કર્યો હતો અને રાષ્ટ્રને ભારે ખોટ પડ્યાનું જણાવ્યું હતું. ત્યાર બાદ બિપિન રાવત સહિતના ૧૩ શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે દરબારગઢમાં ચાતુર્માસ ગાળ્યો છે અને શ્રીજી મહારાજે ત્યારે ભવિષ્યવાણી કરી હતી કે સરધારમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થશે, જેનું આજે સાકાર સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. શ્રીજી મહારાજે આપેલા આશીર્વાદ સાર્થક થયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ મહોત્સવમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે લોકો કહે છે ધર્મ અને રાજકારણ અલગ હોવાં જાેઈએ, પણ ધર્મ વગરનું રાજકારણ અનીતિને નોતરે છે. આપણા પ્રધાનમંત્રીએ અનેક મંદિરનાં જીર્ણોદ્ધાર કર્યાં છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનું પ્રધાનમંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આ પ્રસંગે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે ઝ્રડ્ઢજી જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે વહેલી સવારે સરધારમાં પોથીયાત્રા નીકળી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મહોત્સવનો શુભારંભ કર્યો હતો. સૌરાષ્ટ્રભરમાંથી દરરોજ અંદાજિત ૩ લાખથી વધુ હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે. ભાવિકો માટે રહેવા અને ભોજન પ્રસાદ માટે જિલ્લાવાઈઝ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ભાવિકોની ભીડ ન થાય. આજે સવારે ૮.૩૦ કલાકે પોથીયાત્રા, ૯.૧૫ કલાકે અખંડ ધૂનનો પ્રારંભ, ૯.૩૦ કલાકે મહોત્સવનું ઉદઘાટન, દીપ પ્રાગટય, સ્વાગત નૃત્ય, આશીર્વચન તથા સવારે ૧૦.૩૦ કલાકે કથાનો પ્રારંભ થયો હતો. આવતીકાલે ૧૧ ડિસેમ્બરે સવારે ૮ વાગ્યે યજ્ઞ પ્રારંભ, સાંજે ૫.૩૦ કલાકે ઘનશ્યામ પ્રાગટયોત્સવ, રાત્રે ૯ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
શ્રીજીમહારાજની ભવિષ્યવાણી હતી સરધારમાં ભવ્ય મંદિરનું નિર્માણ થશે: સીએમ

Recent Comments