fbpx
અમરેલી

શ્રીજી ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા રોડ અકસ્માતો નિવારવારેઢિયાળ-રખડતી અને વૃદ્ધ ગાયોને સેફટી રિફ્લેક્શન બેલ્ટ પહેરાવવામાં આવ્યા

સાવરકુંડલા શહેરમાં થોડા સમયથી હાઈવે રસ્તા ઉપર ગૌમાતા ના અકસ્માતોની સંખ્યામાં ખાસ્સો વધારો થયેલ છે. જેમાં ગૌ માતાને પણ ગંભીર ઈજા થાય છે અને વાહન અથવા સ્કૂટર અથડાવાથી માનવજાતને પણ ગંભીર ઈજા થાય છે. જેને ધ્યાનમાં લઈને છેલ્લા બે દાયકા કરતા પણ વધારે સમયથી શહેરની રેઢિયાળ રખડતી અને વૃદ્ધ નિરાધાર ગૌ માતાની સેવામાં તત્પર એવા શ્રીજી ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરની તમામ રેઢિયાળ નિરાધાર ગૌમાતાને સેફટી રિફ્લેક્શન બેલ્ટ પહેરાવવાનું કાર્ય શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યું છે.

હાઇ-વે, રસ્તા તથા તેમને સંકલિત આંતરિક રસ્તાઓમાં લગભગ ૫૦૦ જેટલી ગૌમાતા ને હાલ આ બેલ્ટ પહેરાવી દેવામાં આવેલ છે અને બીજા ૧૧૦૦ જેટલા બેલ્ટ આગામી દિવસોમાં પહેરવામાં આવશે. આ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા ની જનતા ને ગૌમાતાના ગળામાંથી આ બેલ્ટ ન કાઢવા તેમજ નીકળી ગયેલ હોય તો પરત આપવા અપીલ કરેલ છે. સાથોસાથ માલધારી સમાજને પણ વિનંતી કરેલ છે કે  આ બેલ્ટ ની કોઈ જ આડઅસર છે નહીં તેથી  કોઈ ખોટી અફવા માં આવવું નહીં. આ ટ્રસ્ટનો ધ્યેય સાવરકુંડલા શહેરમાં થતા અકસ્માત નિવારવા અને ગૌમાતા અને માનવ જાતને થતા નુકસાન અટકાવવાનો છે. જે માટે શહેરની જનતા સાથ આપે અને આ સેવા યજ્ઞમાં યોગદાન આપે તેવી નમ્ર અપીલ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts