શ્રીજી નગર બાબરા મા કોરોના વેક્સીનેશન કેમ્પ યોજાયો
તારીખ-24 /03/2021ના રોજ બાબરા તાલુકા હેલ્થ કચેરી તળે ના
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશપટેલ સાહેબ તથા જિલ્લા આર સી એસ અધિકારી ડો. આર.કે જાટ તથા જીલ્લાસર્વેલન્સ અધિકારી ડૉ. આ-એ.કે.સિંગ ના સીધા માર્ગદર્શન અનુસાર તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.અક્ષય ટાંક ની સુચના અનુસાર બાબરા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. પરાગ બુંધેલીયા ની રાહબરી તળે ૬૦ વર્ષ થી મોટી ઉમરના તમામ વડીલો ને કોવિડ- ૧૯ નુ રસીકરણ હાથ ધરવામા આવેલ જેમા રાજેશભાઈ સલખના તાલુકા હૅલ્થ સુપરવાઇઝર બાબરા ના પ્રયાસથી શ્રીજી નગર બાબરામા (જતીનભાઈ દામજીભાઈ દેસાઈ ના ઘેર) કોવિડ રસીકરણ કૅમ્પ યોજવામા આવેલ જેમા 21 વ્યકતિ ઓ ને રસીકરણ રસીકરણ થી વંસીત ના રહે તેનુ આરોગ્ય ખાતુ કાળજી લેશે જેમા સહકાર આપવા અપીલ કરવામા આવે છે.રસીકરણ કયારે અને કઈ જ્ગ્યાએ જવાનુ તેમની આરોગ્ય કર્મચારી તેમજ આશા દ્વારા જાણ કરવામા આવેછે. જેની બાબરા તાલુકા ની જનતા નોંધ લેઈ આ કાર્ય ક્રમ ને સફળ બનાવવા તાલુકા ના તમામ આરોગ્ય કર્મચારી ,આશા બહેનો તેમજ સુપરવાઈઝરો જહેમત ઉઠાવી રહ્યા છે. તાલુકા હેલ્થ કચેરી બાબરા ના તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી રાજેશભાઈ સલખના ની યાદી જણાવેછે.
Recent Comments