શ્રીજી વિદ્યાર્થીના સંચાલક શ્રી દીપકભાઈ વઘાસીયા અને તેમના પુત્ર ચી. અથર્વ, ચી. પુત્રી આદ્યાના જન્મદિવસની ગૌપૂજનથી ઉજવણી કરવામાં આવી.
શિક્ષણ અને નિવાસ ક્ષેત્રે સદા અગ્રેસર અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનના સંચાલક શ્રી દીપકભાઈ વઘાસીયા અને તેમના પુત્ર ચી. અથર્વ પુત્રી ચી.આદ્યાના જન્મ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં નિવાસ કરી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, સમગ્ર સ્ટાફના ભાઈઓ – બહેનોએ પોતાના પ્રિય ગુરુજીને જન્મ દિવસની વધાઈ આપી.
“અભિનંદન – વંદન – જન્મદિવસના અભિનંદન” તેમજ છાત્રાલયની ગાય માતાના પૂજનથી ઉત્સવ ઉજવાયો છાત્રાલયના તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફને પરિવાર સહ આદ્યા – અથર્વ તરફથી મિષ્ટ ભોજનથી આશીર્વાદ મેળવ્યા.
Recent Comments