શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં મેઘાણી જયંતિ સપ્તાહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી
અમરેલી જિલ્લામાં નિવાસ શિક્ષણ અને શિક્ષણત્તર પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં મેઘાણીજીને જન્મ જયંતી સપ્તાહની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રારંભમાં વિશાળ હાજરી વચ્ચે રાષ્ટ્રીય શાયર મેઘાણીજી ના ફોટા ને પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું .શાળાના પ્રિન્સિપાલ શ્રી ગોંડલીયા ભાઈ એ કાર્યક્રમનું આયોજન વિસ્તૃત થી સમજાવ્યુ. મેઘાણીજીના જીવન કવન ગીતો ,દોહા, છંદો વગેરે વિશે વિસ્તૃત ચિંતન અને છણાવટ લોક સાહિત્ય સેતુ ના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જોશી એ પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી સહુને મોજમાં લાવી દીધા શાળાના લોક સાહિત્યકાર પૂર્વ આચાર્યશ્રી ગુણવંતભાઈ જોશી એ મેઘાણીજીના સાહિત્ય વિશે દાખલા દ્રષ્ટાંત સાથે સુંદર રજૂઆત કરી .શાળાના ધોરણ 12 માં અભ્યાસ કરતા ભુવા રોહન વિદ્યાર્થીએ પોતાના ગરવા ગળા થી “આભમાં ઝીણી ઝબૂકે વીજળી” લોકગીત રજૂ કરી સહુની પ્રસન્નતા મેળવી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ વઘાસીયા એ ખાસ હાજરી આપી મેઘાણીજીને શ્રધાંજલી અર્પણ કરી.ઉપરાંત સમગ્ર પ્રાથમિક તથા માધ્યમિક સ્ટાફના શિક્ષક ભાઈઓ બહેનો એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
Recent Comments