સંસ્કાર અને શિક્ષણ માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં આજે ધો. ૧ થી ૧૨ નાં વિદ્યાર્થીઓને બહેનો દ્વારા રક્ષા (રાખડી) બાંધી અને પરસ્પર શુભેચ્છા અને આશિર્વાદ મેળવ્યા હતા.ભાઈ બહેનનાં પ્રેમનું પ્રતિક આ રક્ષાબંધન પ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા, વિલાસદીદી તેમજ લોક સાહિત્યકાર પૂર્વ આચાર્યશ્રી ગુણવંતભાઈ જોશી એ પ્રાસંગિક પ્રવચન કરી રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું.ઉપરાંત સમગ્ર પ્રાથમિક તથા માધ્યમિક સ્ટાફના શિક્ષક ભાઈઓ બહેનો એ ઉપસ્થિત રહી રક્ષાબંધન ની હોંશભેર ઉજવણી કરી.
શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

Recent Comments