શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ગાંધીજયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રી જયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.
શિક્ષણ અને સંસ્કાર માટે સુપ્રસિધ્ધ એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તા. ૨ ઓક્ટોબરે ગાંધીજયંતિ તથા પૂર્વ વડા પ્રધાનશ્રી લાલબહાદુર શાસ્ત્રી નાં જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થનાસભા યોજાઈ જેમા – સર્વધર્મ પ્રાર્થના અને ગાંધી વંદના તેમજ વૈષ્ણવજન જેવા ગીતો ગાવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન વઘાસિયાએ શિક્ષણ અને જીવનમાં સ્વચ્છતાનું મહત્વ વિષે પ્રેરક પ્રવચનો આપ્યા હતા.
આજ રોજ 2 ઓકટોબર ગાંધી જયંતિ તેમજ લાલબહુદર શાસ્ત્રી જયંતિ નિમિત્તે શ્રીજી વિધાર્થી ભુવનમાં ગાંધી જ્ઞાન કસોટી અનુલેખન, વકૃત્વ સ્પર્ધા તેમજ સફાઇ અભિયાન અનુસંધાને શ્રમદાન આપી શાળાના પરિસરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં સફાઈ અંગેની પ્રવુતિ કરી અને આજ ના દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રવુતિઓ માં શાળાના વિદ્યાર્થિઓ સ્ટાફ તેમજ સંસ્થાના સંચાલક દંપતી દિપક ગુરુજી અને વિલાસ દીદી પણ જોડાયા અને ગાંધી જયંતિ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી…
Recent Comments