અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં “શિક્ષણ સજ્જતા તાલીમ”

અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શિક્ષકોને શાળાના શિક્ષણ અને વર્ગ વ્યવસ્થાપન વિશે તાલીમ બધ કરાયા.અમરેલી જિલ્લા શિક્ષણ અને નિવાસ ક્ષેત્રે સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવન સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય માં250 જેટલા વિશાળ સંખ્યાના વિદ્યાર્થીઓ શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં નિવાસ કરી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવે છે તાજેતરમાં અખીયા મિલાકે નામનો આંખનો રોગ ચેપથી ફેલાતો હોય વિદ્યાર્થીઓને તેમના વાલીઓ વતનમાં લઈ જતા પાંચ દિવસની રજા રાખવામાં આવેલ તેમાં સેવા આપતા તમામ શિક્ષકો પ્રાથમિક અને માધ્યમિકના વર્ગ વ્યવસ્થાપન અને શિક્ષણત્તર પ્રવૃત્તિમાં તજજ્ઞો દ્વારા તાલીમ બંધ કરવાનો આયોજન કરવામાં આવે જેમાં તજજ્ઞ તરીકે નિવૃત્ત કેળવણી નિરીક્ષક મહેન્દ્રભાઈ જોશી તેમજ ગુણવંતભાઈ જોશી એ સેવા આપી વિદ્યાર્થીના શિક્ષણ તેમજ શિક્ષણત્તર પ્રવૃત્તિઓ વિશે અને વર્ગખંડ નું આયોજન શિસ્ત અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય તેવા ઊંડા હેતુસર સંચાલક દંપતિ દિપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયાના સંપૂર્ણ માર્ગદર્શન થી આયોજન કરવામાં આવ્યું અને તમામ શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા પ્રતિભાવમાં તમામ શિક્ષકો સાચા અર્થમાં તાલીમ લીધાનું ગૌરવ અનુભવ્યું.કાર્યક્રમના સફળ બનાવવા પ્રિન્સિપાલ ગોંડલીયા સાહેબ અને સમગ્ર સ્ટાફે જહેવત ઉઠાવી.

Related Posts