અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં “સિંહ બચાવો જન જાગૃતિ રેલી નું આયોજન

આજે 10, ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ…. સિંહ એટલે ગુજરાત અને આપણા ગીર નું ગૌરવ, સિંહ એટલે બહાદુરી, વીરતા,શૌર્ય અને શક્તિ નું પ્રતીક
જેથી આપણે પણ સાવજ ની ધરતી ના રહેવાસી તરીકે ગૌરવ અનુભવીએ છીએ ત્યારે સિંહ નું જતન, રક્ષણ અને સંવર્ધન કરવું આપણી ફરજ છે….. તે હેતુ સાથે
આજે શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સિંહ બચાવો જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવેલ શાળાની આસપાસના વિસ્તારમાં રેલી
કાઢી બધા લોકો સુધી “સિંહ બચાવો દેશ બચાવો” ના નારા લગાડી ને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી આ રેલીમાં સંસ્થાના સંચાલક દંપતી દીપકભાઈ
વઘાસીયા અને વિલાસબેન વઘાસીયાએ પણ જોડાઈ વિધાર્થીઓને સિંહનું રક્ષણ અને જતન કરવું તેવી પ્રેરણા આપેલી હતી…..

Related Posts