અમરેલી જીલ્લામાં નિવાસ અને શિક્ષણક્ષેત્રે સદા અગ્રેસર શ્રીજી વિધાર્થી ભુવનમાં ૭૭ માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વાલીમીલન તેમજ વાલીઓના હસ્તે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલી પ્રતિનીધી તરીકે ભીખુભાઈ માંજરીયા, નરેશભાઈ ખુંટ સમેત વાલીશ્રીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદન બાદ વાલીશ્રીએ પોતાના સંતાનો સાથે મિલન ગોઠવ્યું સાથે જ આ પ્રસંગે ૫૦૦ ઉપરાંત વાલીઓએ હાજરી આપી અને તમામ વાલીશ્રીઓ સાથે શ્રીજી વિધાથી ભુવન દ્વારા કરવામાં આવેલ આયોજન દ્વારા અલ્પાહાર લીધો. પોતાના સંતાનોના સુંદર ઘડતર માટે તેમજ ઉતમ શિક્ષણ પ્રધાન થવું હોવાનું મુક્તકંઠે પ્રશંસા કરી.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમીક, માધ્યમિકના તમામ સ્ટાફે ભારી જેહમત ઉઠાવી તેમજ સંસ્થાના સંચાલક શ્રી દીપક ગુરુજી અને વિલાસ દીદી એ વાલીઓનું ભવ્ય સન્માન કર્યું.
Recent Comments