શ્રીજી વિધાર્થી ભુવનમાં ટ્રાફિક સુરક્ષા અંગે સેમિનાર યોજવામાં આવ્યો
અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં સાયબર ટ્રાફિક સુરક્ષા અંગે વિધાર્થીઓને માહિતી આપવામાં આવી.આજ રોજ ટ્રાફિક પોલીસ બ્રાંચ અમરેલી દ્વારા શ્રીજી વિધાર્થી ભુવનમાં ટ્રાફિક સુરક્ષા અંગે સેમિનાર યોજવામાં આવ્યો જેમની અંદર ટ્રાફિક પોલીસ બ્રાંચ ના અધિકારીશ્રીઓ ગોહિલ સાહેબ તેમજ મહેશસાહેબ દ્વારા ટ્રાફિક ના નિયમો તેમજ વાહનચાલકો ને રાખવામાં આવતી કાળજી અને અકસ્માત થી સુરક્ષા માટે કેવી રીતે ટ્રાફિકના નિયમો પાળવા તેના વિશે માહિતી આપી. સંસ્થાના સંચાલક દીપક ગુરુજી દ્વારા અધિકારીશ્રીઓ નું પુસ્તક તેમજ ભારતમાતા ની છબી ભેટ આપી સન્માન કરાયુ….
Recent Comments