શ્રીમતી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ,સાવરકુંડલામાં એસબીઆઇ લાઇફ મારફત કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાયો
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૨૭ /૮/ ૨૦૨૨ ના રોજ એસ.બી.આઇ લાઇફ, અમરેલી દ્વારા કોલેજના વિમેન્સ સેલ તથા એન. એસ. એસના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાયો, જેમાં એસ.બી.આઇ લાઇફ ના હેડ શ્રી પંકજભાઈ ગઢીયા તથા એસ. બી .આઈ લાઈફ સાવરકુંડલાના ડેવલપમેન્ટ ઓફિસર શ્રી હરેશભાઈ મકવાણા, પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ, પ્રોગ્રામ ઓફિસર પ્રા. છાયાબહેન શાહ વિમેન્સ સેલના અધ્યક્ષ પ્રા. ડૉ. રુકસાનાબેન કુરેશી, પ્રા. ડો. હરીતાબેન જોશી ,પ્રા. કે. બી પટેલ ની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીની બહેનોને એસ.બી.આઇ .લાઇફમાં પોતાની કારકિર્દી બનાવવા માટેનું માર્ગદર્શન શ્રી પંકજભાઈ ગઢીયા તથા શ્રી હરેશભાઈ મકવાણા દ્વારા આપવામાં આવ્યું. મહેમાનોનું સ્વાગત પ્રા. છાયાબેન શાહે કર્યું તથા આભાર દર્શન પ્રા .ડો. રૂકશાનાબેન કુરેશી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફનો સહયોગ મળ્યો.
Recent Comments