તારીખ ૬-૩-૨૪ના રોજ સાવરકુંડલા શહેરમાં નૂતન કેળલણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં એસબીઆઈ ગ્રામીણ કૌશલ્ય તાલીમ કેન્દ્રના પ્રશિક્ષક ફિરોજભાઈ રાઠોડે એસબીઆઈ દ્વારા અપાતી બ્યુટી પાર્લર, કમ્પ્યુટર અને સીવણની તાલીમ વિશેની માહિતી આપી તથા સરકાર દ્વારા આ તાલીમ નિ:શુલ્ક ગ્રામીણ વિસ્તારની બહેનોને કૌશલ્ય વિકાસ માટે આપવામાં આવે છે ,રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે વગેરે જેવી માહિતી આપીને વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું. ફિરોજભાઈનો પરિચય પ્રા. છાયાબેન શાહે આપ્યો તથા આભાર દર્શન પ્રિન્સિપાલ ચાવડાએ કર્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફનો સહયોગ મળ્યો.
શ્રીમતી વીડી ઘેલાણીમહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.


















Recent Comments